Home » photogallery » dharm-bhakti » માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

સુરત, દ્વારકા અને પોરબંદર સહિતના રાજ્યભરના રેત શિલ્પકારો દ્વારા 12 થી 15 જેટલા રેત શિલ્પ તૈયાર કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણીજી, બંસરી, મોરપીંછ અને મટુકી સહિતના રેત શિલ્પ તૈયાર કરાશે. જેને મેળો માણવા આવતા લોકો નિહાળી શકશે.

  • 17

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    Gayatri Chauhan, Porbandar: માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવને લઈને રાષ્ટ્રીય કક્ષાના મેળાની સાથે સાથે માધવપુરના રળીયામણાં બીચને ઉજાગર કરવા તારીખ 30 માર્ચથી 3 એપ્રિલ સુધી રેત શિલ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો છે, આ પ્રસંગે રેતી શિલ્પનું આયોજન કરવામા આવ્યુ છે.

    MORE
    GALLERIES

  • 27

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    માધવપુરના રળિયામણા દરીયા કિનારે રેત શિલ્પકારો દ્વારા રેત શિલ્પ સર્જન કરી અને માધવપુરના દરિયા કિનારાની સુંદરતામા વધારો કર્યો છે. ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રેત શિલ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 37

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    જેમાં સુરત, દ્વારકા અને પોરબંદર સહિત ના રાજયભરના રેત શિલ્પકારો દ્વારા 12 થી 15 જેટલા રેત શિલ્પ તૈયાર કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણીજી, બંસરી, મોરપીંછ અને મટુકી સહિતના રેત શિલ્પ તૈયાર કરાશે. જે મેળો માણવા આવતા લોકો નિહાળી શકશે.

    MORE
    GALLERIES

  • 47

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    માધવપુરમા 30 જેટલા રેત શિલ્પકારોએ કૃષ્ણ- રૂક્ષ્મણીજી ના લગ્ન સહિતની થીમ પર  12 શિલ્પ બનાવી રેતી શિલ્પ કલાકારોએ કલાના માધ્યમથી કૃષ્ણ રુક્મિણી જીના લગ્નની રેત પ્રતિકૃતિ બનાવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    MORE
    GALLERIES

  • 57

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    માધવપુરના દરિયા કિનારે રેત શિલ્પકારો દ્વારા કૃષ્ણ રૂક્ષ્મણીજી , વિવાહ મંડપ, મોરપિચ્છ, ગણપતિજી, કળશ અને મટુકી, જી-20 સમિટની થીમ પર શિલ્પ બનાવ્યા છે. પ્રવાસીઓ આ શિલ્પોને પાંચ દિવસ સુધી જોઈ શકશે. શિલ્પોની જાણવણી માટે ટીમ દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 67

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    પોરબંદરના માધવપુરમાં વર્ષોથી કૃષ્ણ- રૂક્ષ્મણીજી ના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામા આવે છે અને વર્ષ 2018 થી મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાનું  આયોજન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 77

    માધવ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ પર માધવપુરના દરિયામાં અનોખું આકર્ષણ, જૂઓ ફોટોઝ

    પરંતુ પ્રથમ વખત મેળા દરમિયાન રેત શિલ્પનું આયોજન કરવામા આવ્યુ છે. જે શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

    MORE
    GALLERIES