Home » photogallery » dharm-bhakti » Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

કૃષ્ણ ભગવાને ભાલકામાં પોતાની તમામ લીલા સમેટી અંતિમ શ્વાશ લીધો હતો, જરા નામનો પારધી કોણ હતો? જેણે શ્રીકૃષ્ણ ભગવાનના મૃત્યું માટે નિમિત બન્યો

विज्ञापन

  • 15

    Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ભગવાન શ્રીકૃષ્ણ (lord shrikrishna)નો જન્મ દિવસ  (Janmashtami) દેશ ભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવ પૂર્વક ઉજવાશે છે. કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વ (Janmashtami festival)ને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થ (Bhalka Tirth)માં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ (Shree Krishna Janmotsav) ઉજવાશે. પરંતુ આ વર્ષ કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતા મંદિરમાં  (Bhalka Temple)દર્શન માટે સોશ્યિલ ડિસ્ટનસિંગ,માસ્ક અને સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવો પડશે તો કોવિડની ગાઈડલાઈન નું પૂર્ણતયા પાલન કરવાનું રહેશે. તો દેશ-વિદેશના ભાવિકોને સોશ્યિલ મીડિયા (Social Media)નાં માધ્યમથી પણ દર્શન થશે.

    MORE
    GALLERIES

  • 25

    Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

    ભગવાન શ્રી કૃષ્ણ એ અંતિમ શ્વાશ ક્યાં લીધો હતો? - તો આવો અમે આપને એ જગ્યા સાથે રૂબરૂ કરાવીએ જ્યા કૃષ્ણ ભગવાને પોતાની તમામ લીલા સમેટી અંતિમ શ્વાશ લીધો હતો. ભાલકા એટલે ભાલુ અને શ્રીકૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ.ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિર થી 4 કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે ત્યાં પીપળા ના વૃક્ષ નીચે પોતાની તમામ લીલા સમેટી પગ માથે પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનનાં પગમાં ચમકતા ચન્દ્રને હરણની આંખ સમજી તિર છોડતા ભગવાન શ્રીકૃષ્ણનાં પગ વીંધીને તિર તેને કપાળમાં ભોંકાયું હતું.

    MORE
    GALLERIES

  • 35

    Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

    જરા નામનો પારધી કોણ હતો? - રામા અવતારમાં ભગવાન શ્રીરામે વાલીને છળથી માર્યા હતા. આથી શ્રી રામે વાલીને વચન આપ્યું હતું કે, 'કૃષ્ણા અવતારમાં તું પારધી બનીશ. અને દ્વાપરમાં તારૂં તિર મારા મૃત્યુનું કારણ બનશે.'

    MORE
    GALLERIES

  • 45

    Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

    કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા.ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે, સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીનાં દિવસે વિશેષ પુજા-અર્ચન કરવામાં આવે છે. તો આજનાં દિવસે ખાસ ભગવાનના વાઘા બદલી તેમજ સવાર, બપોર, સાંજ તેમજ રાત્રીના મહાઆરતી કરવામાં આવે છે. સાથે મટકીફોડ પણ કરવામાં આવે છે.આ વર્ષ કોરોનાનું સંક્રમણ હળવું થયું હોવા છતાં સોશ્યિલ ડિસ્ટનસિંગ રાખવું જરૂરી છે. હાલમાં કોવિડ હળવું પડ્યું છે ત્યારે ભાલકા મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રહેશે. પરંતુ આરતી દરમ્યાન યાત્રાળુઓને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા થશે. જન્માષ્ટમીને રાત્રીનાં 12.00 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે. જેના દર્શનનો લાભ ભક્તોને મળશે તો ઓનલાઇન દર્શન પણ થશે.

    MORE
    GALLERIES

  • 55

    Janmashtami 2021: શ્રીકૃષ્ણએ અંતિમ શ્વાસ ક્યાં લીધો હતો? શું છે ઈતિહાસ? ભાલકા તીર્થધામનું માહત્મ્ય

    વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગત વર્ષ દેશ ભરમાં વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. દ્વારકા જગત મંદિર સહિતના દેશનાં વિવિધ કૃષ્ણ મંદિરો,રામ મંદિરોમાં ઉત્સવ ઉજવાયો હતો પરંતુ સોશ્યિલ ડિસ્ટન સિંગ સાથે. માત્ર પૂજારી દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષ કોવિડનો પ્રકોપ ઘટતા સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે પરંતુ ભાવિકોએ પ્રત્યક્ષ દર્શન માટે કોવિડની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ભાવિકો સોમનાથ ટ્રસ્ટની વેબ સાઇટ www.somnath.org પર ભાલકા તીર્થ ખાતેનાં કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી શકશે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનાં ભાવિકો દર વર્ષ ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવા માટે ઉમટી પડે છે. અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. તો રાત્રીનાં 12.00 કલાકે મટકીફોડ કાર્યક્રમમાં નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીનાં નાદ સાથે ભાલકા તીર્થ ગુંજી ઉઠશે. અત્યારથી જ દેશના વિવિધ ભાગોમાંથી ભાવિકો જન્માષ્ટમી ઉજવવા સોમનાથ ભાલકા તીર્થ ખાતે આવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણને ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે, 'હે વાસુદેવ મારા દેશ અને દુનિયાને કોરોનાની મહામારીથી છોડાવજો.

    MORE
    GALLERIES