<br />ધર્મ ભક્તિ ડેસ્ક: લાલ કિતાબ (Lal Kitab Upay) એક એવી જ્યોતિષ વિદ્યા છે જેમાં જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત ઉપાય અને સમસ્યાઓના સમાધાન આપવામાં આવ્યા છે. આ ઉપાયોનુ પાલન કરવાથી તમે ગ્રહ-નક્ષત્ર અને જ્યોતિષ (Astrology)સંબંધી દોષોમાંથી મુક્ત થઈ શકો છે. લાલ કિતાબમાં (Lal Kitab na Totka) ઉલ્લેખિત હજારો ઉપાયોમાંથી અમુક ઉપાયો એવા છે જેનુ પાલન નવા વર્ષમાં કરવાથી તમે આખુ વર્ષ સંકટો અને સમસ્યાઓથી બચી રહેશો. તો આવો, જાણીએ લાલ કિતાબના એવા ઉપાયો જેનુ પાલન કરીને તમે આખુ વર્ષ સુરક્ષિત રહી શકો છો.
નાળિયેરથી દૂર થશે ખરાબ નજર પોતાના પરિવારના સભ્યો ઉપરથી નાળિયેરને 21 વાર માથેથી વાળીને તેને બાળી દો. અન્ય એક ઉપાય મુજબ આપ નાળિયેરથી 21 વાર નજર ઉતારીને વહેતા પાણીમાં વહાવી દો. અલગ-અલગ સભ્યો માટે અલગ-અલગ નાળિયરનો ઉપયોગ કરો. આવું વર્ષમાં બે વખત કરી શકો .તમે 6-6 મહિનાના અંતરમાં આ ઉપાય કરી શકો છો. તેમાં પણ આ ઉપાય મંગળવાર, ગુરુવાર કે શનિવારના દિવસે જ કરો. આ ઉપાયથી તમારા અને તમારા પરિવાર પર પડેલી બધી ખરાબ નજરો અને બલાઓ ઉતરી જશે.