લાડોલ હરસિદ્ધ શક્તિપીઠ ખાતે 2 કરોડથી વધુ જાપ સાથે મહાઅનુષ્ઠાનની પૂર્ણાહુતી, ભવ્ય અન્નકૂટ યોજાયો
લાડોલ હરસિદ્ધ શક્તિપીઠ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે લાભપાંચમથી આઠમ સુધી પાંચ દિવસનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞ 31 સાધકો અને બ્રાહ્મણો દ્વારા યોજવામાં આવ્યો હતો.


વિજાપુર: લાડોલ હરસિદ્ધ શક્તિપીઠ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે લાભપાંચમથી આઠમ સુધી પાંચ દિવસનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞ 31 સાધકો અને બ્રાહ્મણો દ્વારા યોજવામાં આવ્યો હતો. વિજાપુર: લાડોલ હરસિદ્ધ શક્તિપીઠ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે લાભપાંચમથી આઠમ સુધી પાંચ દિવસનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞ 31 સાધકો અને બ્રાહ્મણો દ્વારા યોજવામાં આવ્યો હતો.


લાડોલ હરસિદ્ધ શક્તિપીઠ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે છેલ્લા ચાર મહિનાથી 31 સાધકો ભક્તો દ્વારા સરકારની કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ચાર મહિનાથી એટલે કે, શ્રાવણ સુદ એકમ તારીખ 22 જુલાઈ 2020થી મા હરસિદ્ધના મંત્ર જાપ કરવામાં આવી રહ્યા હતા. જે અંતર્ગત દિવાળી સુધીમાં 2 કરોડથી વધારે મંત્રો જાપ કરી મા હરસિદ્ધના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે. આ સંકલ્પ અંતર્ગત મા હરસિદ્ધના આંગણે એટલે કે, વિજાપુર તાલુકાના લાડોલ ગામે લાભપાંચમ તા. 19 નવેમ્બર 2020થી 22 નવેમ્બર 2020 રવિવાર સુધી પાંચ દિવસનો મહાઅનુષ્ઠાન યજ્ઞ યોજવામાં આવ્યો હતો.


આ પ્રસંગમાં 30થી પણ વધુ ઔષધીઓ તથા વાતાવરણ સુદ્ધિ માટે ગૂગળ તેમજ કપૂરનો હોમ, ૧૨5 કિલો ભિન્ન ભિન્ન પુષ્પો દ્વારા માતાજીના સહસ્ત્ર નામો દ્વારા પુષ્પાઅભિષેક તથા મુખ્ય યજમાન તરીકે શ્રી દ્વારિકાધીશની સ્થાપના કરવામાં આવી હતી અને તમામ સાધકો દ્વારિકાધીશના પ્રતિનિધિ રૂપે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સિવાય માં હરસિધ્ધી સાથે મહાકાળી, શિવ, અંબા, અન્નપુર્ણા, કાલ ભૈરવ, બટુક ભૈરવ, જોગણી, સિદ્ધિ વિનાયક, તથા તમામ માતાજીના પરિવાર દેવતાના કુંડમાં હોમ મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગ સંબંધી માહિતી આપતા વિશ્વાસ જાનીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ યજ્ઞ માતાજીના ફેસબુક તથા યુ-ટ્યુબ પેજ “હરસિધ્ધ શક્તિપીઠ લાડોલ” ની લીંક પર લાઈવ કરવામાં આવ્યો હતો, સાથે જ ગુજરાતના પ્રસિધ્ધ કલાકાર અજયભાઈ બારોટ દ્વારા મહાયજ્ઞની લાઈવ માહિતી આપવામાં આવી હતી, જેથી ભક્તો ઘરે બેઠા યજ્ઞના તમામ પ્રસંગો નીહાળી શકે.


આ મામલે તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રસંગે માતાજીને ૨૫ કિલો સુખડીનો થાળ માને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે માતાજીના તથા મંદિર પરિસરના તમામ દેવોને ધ્વજા અર્પણ, ૧૦૮ કળશ દ્વારા ગર્ભગૃહમાં માતાજીનો મહાભિષેક, ૨૫૦૦ દીવાઓનો મંદિર પરિસરમાં અતિભવ્ય દીપોત્સવ, ૧૦૦૮ દીવાની ભવ્ય નૃત્ય આરતી, તથા ૩૦૦ થી વધારે વસ્તુ જેમાં મીઠાઈ, ફળો, શાકભાજી, ડ્રાયફ્રુટ, અનાજ, કેક, તેમજ ચોકલેટનો મહા અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તથા રાત્રે મહાકાલીના મંત્રનુ મહાઅનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.