કુંભ હિન્દુ ધર્મના અનુયાયીયો માટે આસ્થાનો મોટો પર્વ છે. 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. કુંભ મેળાનું આયોજન ભારતના ચાર પ્રમુખ તીર્થ સ્થાનો પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં કરવામાં આવે છે. કુંભ મેળામાં સ્નાન કરવા માટે પૂરા દેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. કુંભ મેળામાં નાગા સાધુ બધા માટે આકર્ષનું કેન્દ્ર હોય છે. બે મોટા કુંભ મેળા વચ્ચે એક અર્ધકુંભ મેળો પણ આવે છે. આ વખતે 2019માં આવનારો કુંભ મેળો, અર્ધકુંભ મેળો જ છે.
સાધુ-મહાત્માઓમાં નાગા સાધુઓને ખાસ માનવામાં આવે છે. મહાકુંભ, અર્દકુંભ અથવા પછી સિંહસ્થ કુંભ બાદ નાગા સાધુઓને જોવા ખુબ મુશ્કેલ હોય છે. નાગા સાધુઓના વિષયમાં ઓછી જાણકારી હોવાના કારણે તેમના વિષયમાં હંમેશા કૂતુહલ બની રહે છે. કુંભના તમામ શાહી સ્નાનની તીથિઓથી લઈ આજે અમે તમને મહિલા નાગા સાધુ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવીશું.
મહિલા નાગા સંન્યાસી બન્યા પહેલા અખાડાના સાધુ સંતો તે મહિલાના ઘર પરિવાર અને તેના પાછળના જન્મની તપાસ કરે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પોતાના જીવતા જ પીંડ દાન કરવું પડે છે, અને મુંડન કરાવવું પડે છે. અને પછી તે મહિલાને નદીમાં સ્નાન માટે મોકલવામાં આવે છે. મહિલા નાગા સાધુ પૂરો દિવસ ભગવાનનો જાપ કરે છે અને સવારે બ્રહ્મમૂહર્તમાં ઉઠીને શિવજીનો જાપ કરે છે. સાંજે દત્તાત્રેય ભગવાનની પૂજા કરે છે. સિંહસ્થ અને કુંભમાં નાગા સાધુઓ સાથે જ મહિલા નાગા સાધુ પણ સ્નાન કરે છે.
ત્યારબાદ બપોરે પણ ભોજન કર્યા બાદ ફરીથી શિવજીનો જાપ કરે છે, અને સાંજે શયન. અખાડામાં મહિલા સંન્યાસનને પૂરૂ સન્માન આપવામાં આવે છે. સાથે સંન્યાસન બન્યા પહેલા મહિલાએ એ સાબિત કરવું પડે છે કે, તેણે પોતાના પરિવાર અને સમાજ સાથે હવે કોઈ મોહ નથી. આ વાતની સંતુષ્ટી કર્યા બાદ જ આચાર્ય મહિલાને દીક્ષા આપે છે.
એટલું જ નહી તેમણે નાગા સાધુ સાથે પણ રહેવું પડે છે. જોકે, મહિલા સાધુઓ અથવા સંન્યાસનો પર તે વાતની પાબંધી નથી. તે પોતાના શરીર પર પીળા રંગનું વસ્ત્ર ધારણ કરી શકે છે. જ્યારે કોઈ મહિલા આ બધી પરિક્ષા પાસ કરી લે છે, તો તેમને માતાની ઉપાધી આપવામાં આવે છે. જ્યારે મહિલા નાગા સંન્યાસન પૂરી રીતે બની જાય છે તો અખાડાના તમામ નાના-મોટા સાધુ સંત મહિલાને માતા કહીને બોલાવે છે.
14-15 જાન્યુઆરી - 2019: મકર સંક્રાંતિ ( પહેલું શાહી સ્નાન), 21 જાન્યુઆર - પૌષ પૂર્ણિમા, 31 જાન્યુઆરી - પોષ એકાદશી સ્નાન, 4 ફેબ્રુઆરી - મૌની અમાવાસ્યા (મુખ્ય શાહી સ્નાન, બીજુ શાહી સ્નાન), 10 ફેબ્રુઆરી - વસંત પંચમી (ત્રીજુ શાહી સ્નાન), 16 ફેબ્રુઆરી - માઘી એકાદશી, 19 ફેબ્રુઆરી - માઘી પૂર્ણિમા, 4 માર્ચ - મહા શિવરાત્રી.