પ્રયાગરાજ : સંગમ ખાતે મૌની અમાસના પર્વ પર લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સંગમમાં સવારે આઠ વાગ્યે સવા કરોડ લોકોએ ડૂબકી લગાવી હતી. આજે અખાડાઓનું પણ શાહી સ્નાના ચાલી રહ્યું છે. પ્રયાગરાજના તટ પર આઈડી મોહિત અગ્રવાલ જાતે નિરિક્ષણ કરી રહ્યા છે.
2/ 10
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૌની અમાસ પર કુંભમાં સ્નાન કરવા પહોંચેલા લોકોને શુભેચ્છા પાઠવી હતી. સીએમ યોગીએ કહ્યું કે આ વર્ષે મૌની અમાસ ખાસ છે.
3/ 10
કુંભના આયોજનમાં સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને બુધ વૃશ્ચિક રાશીમાં હોય ત્યારે અમાસની તિથિ છે અને સોમવારનો સંયોગ છે. આવી સોમવતી અમાસનો યોગી અનેક વર્ષો પછી આવે છે. આથી મૌની અમાસ ખૂબ જ લાભાદાયી છે. આ માટે જ આ મૌની અમાસનું ખૂબ મહત્વ રહેલું છે.
4/ 10
યોગીએ અખાડાઓ અને તેના સંબંધિત આચાર્ય મહામંડલેશ્વરો, મહંતો તેમજ સંતોની મૌની અમાસ પર શાહી સ્નાનની શુભેચ્છા પાઠવી હતી.
5/ 10
યોગીએ કહ્યું કે તમારા બધાની તપસ્યા, ત્યાગ અને સેવાને કારણે રાષ્ટ્ર એકતાની ભાવના વધારે દ્રઢ બને છે અને સમાજનું કલ્યાણ થાય છે.
6/ 10
જ્યારે અયોધ્યામાં ગાઢ ધુમ્મસ વચ્ચે શ્રદ્ધાળુઓએ મૌની અમાસના દિવસે સરયૂ નદીમાં ડૂબકી લગાવી હતી. શ્રદ્ધાળુઓએ સરયૂ નદીમાં ડૂબકી લગાવ્યા બાદ પૂજા-પાઠ અને દાન પુણ્ય કર્યું હતું.
7/ 10
મૌની અમાસને ધ્યાનમાં રાખીને તંત્ર તરફથી સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સરયૂના તટ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.
8/ 10
ચિત્રકૂટમાં પણ મૌની અમાસ પર સોમવાર અમાસનો મેળો લાગ્યો છે. ધર્મ નગરી ચિત્રકૂટમાં પણ સ્નાન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડ્યા છે.
9/ 10
શ્રદ્ધાળુઓએ મંદાકિની નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. જે બાદમાં લોકોએ કામદગિરિ પર્વતની પરિક્રમા કરી હતી.
10/ 10
દસથી 15 લાખ શ્રદ્ધાળુઓએ પહોંચવાની શક્યતા જોતા તંત્ર તરફથી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.