

સ્ત્રી અને પુરુષો મળીને જ વિશ્વનું નિર્માણ કરે છે અને તેને આગલ વધારે છે. તેનો જ આ એક ભાગ છે કિન્નર સમુદાય. પરંતુ, સમાજની કઠીન સંરચનાને કારણે ઘણી વાર લોકો તેમનામાં વિકૃતિના રૂપમાં તો કેટલાક શુભ પ્રસંગો પર કિન્નરોને આશીર્વાદના રૂપમાં જોવે છે. આવા પ્રસંગોને આશીર્વાદ આપીને નેગ લે છે. આ બાબતે રામાયણ કાળની એક કથા વિશે જાણીએ..


વનવાસનો સમયગાળો પૂરો કરી, જ્યારે ભગવાન રામ અયોધ્યા પરત આવ્યા ત્યારે, શહેરમાં પ્રવેશ કરતા પહેલાં જ તેમણે કેટલીક નવી વસ્તી દેખાઈ. નજીક જઈ જાણવા મળ્યું કે અહીં કિન્નરોની વસતી રહેતી હતી. આ જોઈને ભગવાન રામને આશ્ચર્ય થયું કે, તમે આ રીતે નગરમાંથી બહાર કેમ રહો છો? તમારે અંદર રહેવું જોઈએ.


તેના પર કિન્નરોએ જવાબ આપ્યો કે હે પ્રભુ! જ્યારે તમે વનવાસ માટે જતા હતા, તો અયોધ્યાવાસીઓએ ભારે મનથી તમને વિદાઈ આપવા માટે પાછળ ચાલી રહ્યા હતા. જ્યારે તમે તેમને આ રીતે જોયા તો તેમણે આદેશ આપ્યો કે બધી સ્ત્રી અને પુરૂષો પાછા ફરો. હું નિયત સમય પર પાછો અયોધ્યા આવીશ. તે સમયે બધા પાછા વળ્યા, પરંતુ તમે અમારા માટે કોઈ આદેશ આપ્યો ન હતો. તેથી જ અમે ત્યાં જ વસ્તી બનાવી તમારી રાહ જોઈ રહ્યા હતા.


કિન્નરોનો આ જવાબ સાંબળીને ભગવાન રામને ઘણો અફસોસ થયો. ત્યારબાદ તે બધા કિન્નરોને અયોધ્યાનગરમાં પાછા લઈ આવ્યા અને કહ્યું કે રામરાજ્ય ત્યાં સુધી પૂર્ણ નહીં થાય જ્યાં સુધી તેમાં સમાજના દરેક વર્ગનો સમાવેશ ન થાય.


તે જ સમયે ભગવાન રામે કિન્નરોને પ્રેમ અને તેમની આસ્થાથી ખુશ થઈને તેમને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં નવી પેઢીને આપવામાં આવેલા, તેમના આશીર્વાદ ફળદાયી નીવડશે.