Home » photogallery » dharm-bhakti » ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

માત્ર ગુજરાત જ નહિ પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં લોકો પણ મોટી સંખ્યામાં અહી ભાદરવી પુનમ સમયે પદયાત્રા કરતા આવતા હતા. તો નવરાતીમાં તો ભક્તો માના દર્શન કરવા અને રાત્રે ગરબે ગુમવા પણ આવતા હતા પરંતુ આ વર્ષે ગરબાનુ આયોજન પણ બંધ કરેલ છે

  • 15

    ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

    ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા. મહિષાસુરનાં વધ માટે માં અંબાએ અહી પોતાનું સક્ષાત સ્વરૂપ બતાવેલું. અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવેલું,. ત્યારે નવરાત્રીમાં પણ દુર દુરથી માના દર્શનાર્થે ભક્તો ઉમટી રહ્યા છે પરંતુ આરતી કે ગરબાનો નથી મળી રહ્યો લ્વાહો. ઈતિહાસમાં પ્રથમ વખત નથી યોજાઈ રહ્યા ગરબા.

    MORE
    GALLERIES

  • 25

    ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

    જગતજનનીનાં પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો હતો અને નવરાત્રીના નવ દિવસો તો મંદિરમાં ભક્તોનો મળાવળો જોવા મળતો હતો પરંતુ, આ વર્ષે કોરોના મહામારીને લઈને ભક્તોનો પ્રવાણ પણ ઘટી ગયો છે. એક લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કરેલો મહિષાસુરનો.

    MORE
    GALLERIES

  • 35

    ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

    મહિષાસુરનાં ત્રાસથી લોકોને બચાવવા માટે અહી જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવેલું, અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત લઇ જવાયેલી ગબ્બરમાં. અને ત્યારથી જ આ જગ્યા પર ભક્તોનો પ્રવાસ ઉમટતો હતો. તો નવરાત્રીમાં પણ ભક્તો ગરબાની મજા માણતા હતા. પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત કોરોના કારણે ગરબા બંધ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

    માત્ર ગુજરાત જ નહિ પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં લોકો પણ મોટી સંખ્યામાં અહી ભાદરવી પુનમ સમયે પદયાત્રા કરતા આવતા હતા. તો નવરાતીમાં તો ભક્તો માના દર્શન કરવા અને રાત્રે ગરબે ગુમવા પણ આવતા હતા પરંતુ આ વર્ષે ગરબાનુ આયોજન પણ બંધ કરેલ છે તો પ્રસાદનુ વિતરણ પણ બંધ છે અને જે પણ ભક્તો આવે છે તેમને ચેક કરીને સેનેટરાઈઝરથી હાથ સાફ કરી એક એક વ્યક્તિને જ દર્શન માટે પ્રવેશ અપાય છે અને મંદિર સવારના 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહે છે. આમ તો નવરાત્રીને લઈ માતાનુ ગઢ સ્થાપન કરાયુ છે અને ઘજા પણ ચઢાવવામાં આવી છે પરંતુ સૌથી લાંબો તહેવાર એવા ગરબાનુ આયોજન બંધ રાખાયુ છે.

    MORE
    GALLERIES

  • 55

    ખેડબ્રહ્માથી જ માતાજી અંબાજી ગયા હતા, અહીં માએ સાક્ષાત સ્વરૂપ બતાવ્યું હતું, ખેડબ્રહ્મા અંબાજી માનું માહત્મ્ય

    પાચસો કિલોમીટરથી પણ વધુ અનાત્ર કાપીને અહી આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે. તો આસ્થા, ભક્તિ પણ અહીં જોવા મળે છે પરંતુ આ વર્ષે ભક્તોને માની આરતી અને ગરબે ઘુમવા નઈ મળે જેને લઈને ભક્તોમાં થોડી નિરાશા પણ જોવા મળી છે.

    MORE
    GALLERIES