Kharmas 2022 December Date: જે દિવસે સૂર્ય દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસથી ખરમાસ શરૂ થાય છે. ખરમાસ દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો વર્જિત હોય છે. સાથે જ ખરમાસ દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાની મનાઇ હોય છે. ચાલો જાણીએ ક્યારથી શરૂ થઇ રહ્યો છે ખરમાસ અને આ દરમિયાન કયા કયા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઇએ.
ખરમાસમાં શા માટે નથી કરવામાં આવતા શુભ કાર્યો : ખરમાસ દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય દેવ ધનુ રાશિ એટલે કે અગ્નિ ભાવમાં હોય છે. આ કારણે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી અને તમામ પ્રકારના માંગલિક કાર્યો વર્જિત થઇ જાય છે. એવી માન્યતા છે કે ખરમાસ દરમિયાન કરવામાં આવેલુ કાર્ય શુભ નથી હોતુ અને કાર્યોમાં વિઘ્ન પેદા થાય છે.