ધર્મભક્તિ ડેસ્ક: જ્યોતિષશાસ્ત્રમાં કેતુને (Ketu Transist 2022) માયાવી ગ્રહનો દરજ્જો મળેલો છે. તેનું નામ સાંભળતા જ લોકો ગભરાવા લાગે છે. પરંતુ એવું જરૂરી નથી કે કેતુની અસર દરેક વ્યક્તિ પર ખરાબ થાય. આ ગ્રહ પણ શુભ ફળ આપે છે. પરંતુ તે તમારી કુંડળીમાં કેતુની સ્થિતિ પર નિર્ભર કરે છે કે તે તમને કેવું પરિણામ આપશે. જો આ ગ્રહ જન્મકુંડળીમાં યોગકારક અથવા શુભ ઘરોમાં હોય અને શુભ ગ્રહો સાથે હોય તો જ શુભ ફળ આપે છે. કેતુએ 12મી એપ્રિલ 2022ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કર્યો. આ ગ્રહ 30 ઓક્ટોબર 2023 સુધી આ રાશિમાં રહેશે. જાણો કઈ રાશિ માટે લગભગ દોઢ વર્ષનો આ સમયગાળો શુભ સાબિત થશે.