દરવર્ષે દેશના ખૂણે ખૂણેથી અને દુનિયાભરમાં હિન્દુ ધર્મ પર આસ્થા રાખનારા હજારો લોકો અહીં આવે છે અને તેમનો અંતિમ સમય બનાવે છે. અંગ્રેજોના જમાનામાં બનેલી આ ધર્મશાળામાં 12 રૂમ બનાવેલા છે. આ સાથે એક મંદિર અને પૂજારી પણ છે. આ રૂમમાં માત્ર તેવા લોકોને જ રહેવાની જગ્યા આપવામાં આવે છે કે જે મોતથી એકદમ નજીક હોય છે. મોતની રાહ જોનારો દરેક વ્યક્તિ અહીં 2 અઠવાડિયા સુધી રૂમમાં રહી શકે છે.
નક્કી કરેલા ચોક્કસ સમય એટલે કે 2 અઠવાડિયામાં મોત ન થાય તો બીમાર વ્યક્તિએ રૂમ અને મુક્તિભવન પરિસર છોડવું પડે છે. ત્યારબાદ સામાન્ય રીતે લોકો બહાર ધર્મશાળા કે હોટેલમાં રોકાઈ જાય છે. જેથી તેમનું કાશીમાં મોત થાય. થોડા સમય બાદ બીજીવાર મુક્તિભવનમાં જગ્યા મળી શકે છે, પરંતુ એકવાર રહી ચૂકેલા વ્યક્તિને તેની પસંદગીની જગ્યા નથી મળતી.
એવું માનવામાં આવે છે કે, કાશીમાં મોત થાય તો સીધો મોક્ષ મળે છે. પહેલાંના સમયના લોકો એવું કહેતા હતા કે, કાશી કરવા જઈ રહ્યા છીએ તો તેનો મતલબ એવો થાય કે પાછા ફરવાની શક્યતા બહુ ઓછી છે. પહેલાં મુક્તિભવનની જેમ અહીં ઘણાં ભવન હતાં. પરંતુ સમય જતાં વારાણસીના મોટાભાગના આવા ભવન કમર્શિયલ થઈ ગયા છે અને હોટેલની જેમ રૂપિયા લે છે. આ જગ્યાઓમાં મુક્તિભવનથી વિપરિત રૂપિયા આપીને જેટલું રહેવું હોય તેટલું રહી શકાય છે.