ગુરૂનું મકર રાશિમાં ગોચર વૃષભ રાશિ માટે છે નુકસાનકારક, જરાં સંભાળીને..
કુંડળીનાં 9 માં ઘરને ભાગ્ય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ધર્મ, નસીબ, સત્કર્મ, યાત્રા વગેરેના વિચારો આ ભવનાથી લેવામાં આવે છે. આ ગોચરની અસર કુંડળીનાં નવમાં ઘર પર સીધી પડી રહી છે.


ધર્મભક્તિ ડેસ્ક: દેવગુરુ બૃહસ્પતિ 20 નવેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે અને 6 એપ્રિલ 2021 સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુનું મકર રાશિમાં ગોચર વૃષભ રાશિનાં જાતકો માટે લાભકારી નથી. તેથી આ સમયમાં તેમને ખાસ સાવચેત રહેવાની જરૂર રહેશે. વૃષભ રાશિના જાતકો માટે, ગુરુનું રાશિ પરિવર્તન મુશ્કેલ સમય લાવશે. તમને આ સમયગાળામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચાલો ત્યારે નજર કરીએ ગુરુનાં ગોચરની વૃષભ રાશિ પર થનારી અસર પર.


વૃષભ રાશિમાં નવમાં સ્થાને દેવગુરુ ગુરુનું Jupiter સંક્રમણ થવાનું છે. કુંડળીનાં 9 માં ઘરને ભાગ્ય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ધર્મ, નસીબ, સત્કર્મ, યાત્રા વગેરેના વિચારો આ ભવનાથી લેવામાં આવે છે. આ ગોચરની અસર કુંડળીનાં નવમાં ઘર પર સીધી પડી રહી છે.


નોકરી-ધંધામાં કપરો સમય આવશે- ગુરુના Jupiter રાશિ પરિવર્તનથી તમારા કાર્ય-વ્યવસાયમાં પડકારો આવી શકે છે. કામ પ્રત્યેની બેદરકારી તમારા માટે નુક્શાની લાવી શકે છે. આ સમય દરમિયાન નોકરી અને વ્યવસાયિક સાથે જોડાયેલા જાતકોએ તેમના કામ પર વધુ ધ્યાન આપવાનું રહેશે. થોડી પણ ઢીલાશ કે કામમાં કચાશ તમને મોંઘી પડી શકે છે.


ખોટા વિવાદમાં ન ઉતરવું- આ સમય દરમિયાન કોઇની પણ સાથે નિરર્થક વિવાદોમાં ન ઉતરવું જોઇએ. આ સમયમાં બને એટલું પ્રભનું શરણ કરવું. તમારા ઇષ્ટ દેવી દેવતાનું પૂજન કરવું તેમને પ્રસન્ન રાખવાં.


તમને જીવનસાથીનો સહયોગ મળશે- આ સમયમાં સારા સમાચાર એ છે કે, આપનું વૈવાહિક અને પારિવારિક જીવન વધુ મજબૂત બનશે અને પરિવારમાં ખુશી રહેશે.. જીવનસાથીથી થતી અસમંજસનો અંત આવી શકે છે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજી શકશે. બંને વચ્ચે સારો તાલમેલ થશે. પરિવારના સભ્યો વચ્ચેના વિવાદો સમાપ્ત થશે અને સંબંધો વધુ ગાઢ બનશે.