સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રસંગે રાત્રે ૧૦ થી ૧ર વિવિધ કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી શ્રાવણમાસ અંતર્ગત કથામૃતનું પાન કરાવશે. ત્યારબાદ ભજન - કીર્તન - ઔચ્છવ કરીને તેની ઉજવણી કરવામાં આવશે. રાત્રે - ૧ર - ૦૦ વાગે શ્રી હરિકૃષ્ણ મહારાજને સુશોભિત પારણિયામાં ઝુલાવવામાં આવશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આરતી ઉતારશે.અંતમાં પંચાજરીનો પ્રસાદ વ્હેંચવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જન્માષ્ટમી અંગે અને શ્રી કૃષ્ણ ભગવાન અંગે આંકડાકીય માહિત આપતા જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્રાપરયુગમાં ઈ.સ. ૩રર૮ ની તા. ર૧ જુલાઈ ના રોજ રાત્રે બાર વાગે થયો હતો તેમમાનવામાં આવે છે. મહાભારતના યુધ્ધ વખતે તેમની ઉંમર ૮૯ વર્ષ , ર માસ , ૭ દિવસની હતી. તેઓ ૧રપ વર્ષ ૭ માસ, ૭ દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્ય રુપે રહયા હતા. તેમનો અગ્નિ સંસ્કાર વિધી અર્જુને કર્યો હતો તેમ માનવામાં આવે છે.
કૃષ્ણના જીવનમાંથી યુવાનોને સંદેશ આજના યુવાનોએ આજના સમયને ધ્યાનમાં રાખીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં થી શું સંદેશો-પ્રેરણા લેવી જાઈએ તે અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,જેમ શ્રી કૃષ્ણે દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો પૂર્યા હતા. તેમના આજના યુવાનોએ બહેન - દિકરીની મશ્કરી થતી હોય, તેમની સલામતિ જોખમમાં હોય ત્યારે તેમની રક્ષા કરવી જાઈએ. અને કયારેય બહેન દિકરીઓ ઉપર કૃદ્રષ્ટી ના કરવી જાઈએ.