મકર સંક્રાંતિની સાથે જ મંગલવારે તીર્થરાજ પ્રયાગ (ઈલાહાબાદ)માં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. દેશ અને પુરૂ દુનિયામાંથી આવેલા કરોડો શ્રદ્ધાળુના આસ્થાના સંગમમાં ડુબકી લગાવી રહ્યા છે. આ દરમ્યાન શહેરની અંદર અને શહેરની બહાર એક અલગ જ શહેર તૈયાર કરી ચુક્યા છે. તમામ હોટલ-ધર્મશાળાઓ બુક થવા લાગી છે. ટ્રોનોમાં રેલમપેલ છે. એવામાં જો તમે પણ કુંભ મેળામાં જવાની યોજના બનાવી જાઓ તો, અસુવિધા વગર સંગમમાં ડુબકી લગાવી સકુશળ પાછા આવી શકો છો.
હવાઈ જહાજથી કેવી રીતે પહોંચાય - દેશ-દુનિયામાંથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે. સરકારે રહેવા, જમવાની, સુરક્ષાની તમામ તૈયારી કરી છે. પરંતુ તમને પ્રથમ ખ્યાલ હોવો જોઈએ કુંભ મેળામાં કેવી રીતે પહોંચાય. આ માટે હવાઈ મુસાફરી કરવા ઈચ્છતા હોય તો, દિલ્હી-એયર ઈન્ડીયા, લખનઉ-જેટ એવરેજ, પટના-જેટ એયરવેજ, ઈન્દોર-જેટ એયરવેજ, નાગપુર-જેટ એયરવેજ, પુણે - ઈન્ડીગો એયરલાઈન્સ, રાયપુર ઈન્ડિગો એયરલાઈન્સ, બેંગ્લોર - ઈન્ડિગો એયરલાઈન્સ, ભુવનેશ્વર - ઈન્ડિગો એયરલાઈન્સ, ભોપાલ - ઈન્ડિગો એયરલાઈન્સ, દેહરાદુન - ઈન્ડિગો એયરલાઈન્સ, મુંબઈ - ઈન્ડિગો એયરલાઈન્સ, ગોરખપુર - ઈન્ડિગો એયરલાઈન્સ, કોલકાતા - ઝૂમ એયર, લખનઉ - ટર્બો એવિએશન મુખ્ય છે.
કુંભ મેળા માટે રેલવે-બસ સુવિધા - આ સિવાય તમે ટ્રેનથી આવી રહ્યા હોવ તો, આ માટે બુકિંગ પહેલાથી જ કરાવી લો. કુંભ મેળા માટે 22 સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, જેથી કોઈ અસુવિધા ન પહોંચે. આ સિવાય અલગ અલગ રાજ્યની સ્પેશ્યલ ટ્રેનો શિડ્યુલ કરવામાં આવી રહી છે. આ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે રેલવેએ એક પહેલ એ પણ શરૂ કરી છે કે, ઈલાહાબાદ સિટી સ્ટેશન, ઈલાહાબાદ જંક્શન, નૈની અને પ્રયાગ સ્ટેશનો પર ખાસ મેડિકલ બૂથ બનાવવામાં આવ્યા છે, જેથી ઈમરજન્સીમાં યાત્રિકોને પ્રાથમિક સારવાર મળી શકે. રોડવેજ પણ આ માટે પુરી રીતે તૈયાર છે. સવા 200થી પણ વધારે શટલ બસ દિવસભર ચાલતી રહેશે. રાજ્ય પરિવહન તરફથી પ્રયાગરાજમાં ચાર બસ સ્ટેશન અલગથી બનાવવામાં આવ્યા છે.
અહીં રોકાઈ શકો છો - કુંભ મેળામાં રોકાવા માટે પણ અલગ-અલગ વ્યવસ્થા છે. જેમાં પ્રાઈવેટ હોટલો અને ધર્મશાળાઓ સિવાય સરકારે પણ સુવિધા ઉભી કરી છે. રાજ્ય સરકાર દ્વારા દુનિયાભરમાંથી આવતા તીર્થયાત્રિને ધ્યાનમાં રાખી એક ખાસ પહેલ શરૂ કરી છે. અહીં સંગમ પર લક્ઝરી ટેન્ટની સુવિધા આપવામાં આવી રહી છે, જેનું એક રાત્રીનું ભાડુ 10000 રૂપિયાથી લઈ 35000 રૂપિયા છે. 5 હજારની કિંમતવાળા એક ટેન્ટમાં બે બેડરૂમ અને એક લિવિંગ રૂમ છે અને તે તમામ સુવિધા મળશે જે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં મળે છે. લક્ઝરી ટેન્ટની સુવિધા ખાસ કરીને વિદેશી અને એનઆરઆઈ તીર્થયાત્રિકોને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે. આ સિવાય 200 લક્ઝરી ટેન્ટ અને લગભગ આટલા જ ડિલક્સ ટેન્ટ પણ છે. સાથે 66 કોટેજ ટેન્ટ પણ છે. યોગા, સાઈક્લિંગ, વોટર સ્પોર્ટ્સ અને નેચરોપેથી, કોફી લોઉન્ઝની સુવિધા. ભજન સંધ્યાનો પણ આનંદ લઈ શકો છો. પોકેટ-ફ્રેન્ડલી વિકલ્પ પણ છે. રાજ્ય સરકાર ડોરમેટ્રી સ્ટાઈલ ટેન્ટ પણ આપી રહી છે, જેનું એક દિવસનું ભાડુ લગભગ 650 રૂપિયા હશે.
સ્નાનના મહત્વપૂર્ણ દિવસ - મકર સંક્રાંતિ સ્નાન - 14 અને 15 જાન્યુઆરી (પહેલુ શાહી સ્નાન), પૌષ પૂર્ણિમા સ્નાન - 21 જાન્યુઆરી (બીજુ શાહી સ્નાન), પૌષ એકાદશી સ્નાન - 31 જાન્યુઆરી (ત્રીજુ શાહી સ્નાન), મૌની અમાવાસ્યા - 4 ફેબ્રુઆરી (ચોથુ શાહી સ્નાન) , વસંત પંચમી - 10 ફેબ્રુઆરી (પાંચમું શાહી સ્નાન), માઘી એકાદશી - 16 ફેબ્રુઆરી (છઠ્ઠુ શાહી સ્નાન), માઘી પૂર્ણિમા - 19 ફેબ્રુઆરી (સાતમું શાહી સ્નાન), મહાશિવરાત્રી - 4 માર્ચ (અંતિમ શાહી સ્નાન)
આ નંબરો જરૂર સાથે રાખો - 49 દિવસના આ મેળા દરમ્યાન કરોડો લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સુરક્ષા માટે ખુબ તૈયારી કરી છે. તંત્રએ એલગ-અલગ સુવિધા માટે અલગ અલગ નંબર જાહેર કર્યા છે, જેથી જરૂરત પડવા પર યાત્રી તુરંત તે નંબર પર સંપર્ક કરી શકે.<br />પોલીસ - 100, એમ્બ્યુલન્સ - 108, ફાયર - 101, કુંભ હેલ્પલાઈન નંબર - 1920, વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્પલાઈન - 1091, કુંભ મેળા પ્રશાસન કંટ્રોલ રૂમ - 05322266508, કુંભ મેળા અધિકારી, ત્રિવેણી ભવન - 05322500775/05322504011, ઈમેઈલ - web.kumbh-up@gov.in