હિંદુ ધર્મમાં પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવે છે. તેને માતા લક્ષ્મી(Goddesses Lakshmi)નો પણ એક ખાસ સંબંધ છે. મા લક્ષ્મી જગત પાલનહાર શ્રી હરિના પત્ની છે અને ધન-વૈભવ(Prosperity) અને સુખ(Happiness) પ્રદાન કરનારા છે. માન્યતા છે કે, જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા વરસી જાય તેમના જીવનમાં ક્યારેય ધન અને વૈભવ, સંપન્નતા, યશની કમી રહેતી નથી. પરંતુ તો માતા લક્ષ્મી રિસાય જાય તો તે રાજાને પણ રંક બનાવી દે છે. જો તમને પણ લાગે છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે તો તેમને મનાવવામાં શંખ (Conch Shell) તમારી મદદ કરી શકે છે.
હિન્દુ ધર્મમાં પૂજા પાઠ સમયે શંખનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, શંખમાંથી નીકળનાર અવાજથી ઘરની અંદરની નકારાત્મકતા દૂર થાય છે. શંખ વાસ્તુ દોષ(Vastu Dosh)ને પણ નષ્ટ કરી શકે છે. તો ચાલો જાણીએ શંખ દ્વારા માતા લક્ષ્મી(Mata Lakshmi) કઇ રીતે પ્રસન્ન થાય છે અને શંખ અને માતા લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે.
શા માટે માતા લક્ષ્મીને અતિ પ્રિય છે શંખ?- પૌરાણિક માન્યતાઓ અનુસાર, માતા લક્ષ્મી અને શંખ બંને સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી નીકળ્યા હતા. તેથી શંખને માતા લક્ષ્મીના ભાઇ માનવામાં આવે છે અને તે જ કારણ છે કે તેમને શંખ અતિ પ્રિય છે. જે ઘરમાં શંખની પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ સદા રહે છે.