સિંહ રાશિ : સિંહ રાશિના જાતકો માટે પણ નવુ વર્ષ ખૂબ જ મંગળકારી રહેશે. તમારા કરિયરમાં પાછલા કેટલાક સમયથી જે મુશ્કેલીઓ આવી રહી હતી, વર્ષ 2023માં તેનો અંત આવી શકે છે. તમને કરિયરમાં મોટી સફળતાઓ મળવાના યોગ છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોનું સપનુ પૂરુ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન અને ઇનક્રીમેન્ટના પણ પ્રબળ યોગ છે.
ધનુ રાશિ : નવા વર્ષમાં ધનુ રાશિ પરથી શનિની સાડાસાતી ખતમ થઇ જશે. તે બાદ નોકરી અને વેપારમાં અઢળક લાભ મળી શકે છે. વિદેશમાં ફરવા અથવા તો નોકરીનું સપનુ જોઇ રહેલા લોકોને ભાગ્યનો સાથ મળશે. વેતનમાં વધારો અને પ્રમોશનના પણ યોગ છે. આ વર્ષે તમને એકથી વધુ આવકના સ્ત્રોતથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તમને તમારા સિનિયર અધિકારીઓનો પણ પૂરો સહયોગ મળશે.
કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો માટે પણ વર્ષ 2023 ખૂબ જ શુભ રહેશે. વાર્ષિક ભવિષ્યફળ અનુસાર, બુધ અને સૂર્યનું ગોચર તમારા અગિયારમાં ભાવમાં થઇ રહ્યું છે. કુંડળીમાં 11મો ભાવ આવકનું સ્થાન માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે વર્ષ 2023માં તમારી આવકમાં વધારો થઇ શકે છે. આ રાશિના બિઝનેસમાં પણ જબરદસ્ત પ્રગતિના યોગ છે.