સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે. આ ક્રમમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહમાં બૃહસ્પતિ ગુરુ સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહને દેવગુરુની પડવી પ્રાપ્ત થાય છે. દેવ ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ પ્રિય છે. માટે ગુરુવારના દિવસે પૂજામાં પીળા કલરની વસ્તુઓનું ખુબ મહત્વ હોય છે. ભોપાલ નિવાસી જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવી રહ્યા છે કે ગુરુવારે પીળી વસ્તુ દાન કરવાથી શું લાભ થાય છે.