ધર્મ ડેસ્ક: જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ ગુરુને ધન, સંપત્તિ, ઉચ્ચ શિક્ષણ અને ઐશ્વર્ય વગેરેનો કારક માનવામાં આવે છે. રાશિચક્રમાં પરિવર્તન, ગુરુનો ઉદય અને અસ્ત થવાથી મેષથી મીન સુધીની તમામ રાશિઓને અસર થાય છે. દેવગુરુ બૃસ્પતિ થોડા સમય પછી મીન રાશિમાં ઉદય થશે. ગુરુના ઉદયને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. જ્યોતિષીઓના મતે જો કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિને ઉચ્ચ પદની સાથે સંપત્તિ પણ મળે છે. ગુરુના ઉદયને કારણે કેટલીક રાશિના જાતકોને આવકના નવા માધ્યમો મળશે અને નોકરીમાં પ્રમોશન મળશે. જાણો ગુરુના ઉદયથી કઈ રાશિઓને મળશે ફાયદો-