Home » photogallery » dharm-bhakti » Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

Guru Gochar 2023: ગુરુ 22 એપ્રિલે મેષ રાશિમાં સંક્રમણ કરશે. ગુરુનું આ ગોચર એક વર્ષનું હશે કારણ કે ગુરુ એક વર્ષ માટે કોઈપણ રાશિમાં છે. ગુરુના આ ગોચરથી ગુરુની મહાદશાની અસર પણ તમામ રાશિઓ પર જોવા મળશે. ગુરુની મહાદશા દરેક રાશિ પર 16 વર્ષની હોય છે.

विज्ञापन

  • 18

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    ધર્મ ભક્તિ: હિંદુ જ્યોતિષશાસ્ત્ર (hindu jyotishshastra)માં ગ્રહો અને તેની સ્થિતીને લઈને ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહનુ પરિવર્તન અને તેની અસરો વિશે પણ ઘણી જ બાબતો જણાવવામાં આવી છે. આ વખતે ગુરુ એપ્રિલ મહિનામાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને જ્યોતિષની દુનિયામાં આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે મેષ રાશિમાં પહોંચ્યા પછી ગુરુ સૂર્ય સાથે જોડાશે અને આનાથી સૂર્ય અને ગુરુનો મહાસંયોગ (Guru Mahasanyog) સર્જાશે.

    MORE
    GALLERIES

  • 28

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    આ મહાસંયોગ ઘણા લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે. કહેવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય છે, તે લોકોને તેમની કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ મળતી હોય છે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે. ગુરુની મહાદશા (guru mahadasha) કોઈપણ વ્યક્તિ પર 16 વર્ષ સુધી રહે છે. આ સમયગાળામાં જાતકોની અણધારી અને ખૂબ જ સારી પ્રગતિ થાય છે અને તેમને ખૂબ નામના અને ખ્યાતિ પણ મળે છે. આવો જાણીએ ગુરુની મહાદશામાં જોતકોએ કયા ઉપાય કરવા જોઈએ, જેથી કરીને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે.

    MORE
    GALLERIES

  • 38

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    ગુરુની મહાદશાના પ્રભાવ: જ્યોતિષમાં કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિની મહાદશા 16 વર્ષ સુધી ચાલતી હોય છે. કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ભાગ્યનો પૂરો સાથ મળે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. ગુરુની મહાદશાના કારણે જાતકને નોકરીમાં પણ અણધારી પ્રગતિ મળે છે અને અચાનક એવી ઓફર મળે છે કે તેમનો પગાર બમણો થઈ જાય છે. આવા લોકોને અઢળક સંપત્તિ પણ મળે છે. આવા જોતકોનો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધવા લાગે છે. સાથે જ તેઓ ધર્માદા કાર્યોમાં વધુ રસ લેવાનું શરૂ કરે છે. તેમનું મન સકારાત્મકતાથી ભરેલું રહે છે. ચાલો જાણીએ કે ગુરુની મહાદશામાં તમારા માટે કયા ઉપાય કરવા સારા રહેશે.

    MORE
    GALLERIES

  • 48

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    ગુરુવારનું વ્રત: ગુરુવારનું વ્રત ભગવાન વિષ્ણુ તેમજ દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે. કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે ગુરુવારના વ્રતનો વિશેષ લાભ છે. આ દિવસે ઉપવાસ કરનારાઓએ એક સમયે ભોજન કરવું જોઈએ અને પીળી મીઠાઈ અથવા હળદરથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે મીઠું ન ખાવું જોઈએ. આ દિવસે વ્રત રાખનારાઓએ પણ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 58

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    પોતાના ગુરુને આપો ઉપહાર: એવું માનવામાં આવે છે કે તમારા આધ્યાત્મિક ગુરુને નમન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાથી પણ કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. દર ગુરુવારે તમારા ગુરુને મળવા જાઓ અને તેમના આશીર્વાદ લો. જો તમારા માટે એવું કરવું શક્ય ન હોય તો ઘરમાં તેમની તસવીરને નમન કરો અને તેમના માટે જરૂરી વસ્તુઓ જરૂરિયાતમંદોને દાન કરો. આવું કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે.

    MORE
    GALLERIES

  • 68

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    આ રત્નને ધારણ કરવાથી થશે લાભ: જે લોકોની કુંડળીમાં ગુરુ નબળો હોય છે તેઓને પોખરાજ ધારણ કરવાથી લાભ થાય છે. આ રત્નને સોનામાં પહેરો અને અનામિકા આંગળીમાં ધારણ કરો. આ રત્ન પહેરતા પહેલા રત્નશાસ્ત્રીની સલાહ જરૂર લો. આ ધારણ કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બનવા લાગે છે.

    MORE
    GALLERIES

  • 78

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    હળદરનો ઉપાય: કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે ગુરુવારે હળદરનો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ગુરુવારે પાણીમાં હળદર ઉમેરીને સ્નાન કરો. તેનાથી કુંડળીમાં ગુરુની અશુભ અસર દૂર થાય છે અને પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ બને છે.

    MORE
    GALLERIES

  • 88

    Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

    કેળાના ઝાડની પૂજા: ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના અંશ ગણાતા ગુરુની કૃપા પણ જાતકને પ્રાપ્ત થતી હોય છે. કેળાના ઝાડ પર હળદર, ગોળ અને ચણાની દાળ ચઢાવી તેની પૂજા કરો. તેનાથી તમારી કુંડળીમાં ગુરુ મજબૂત થશે અને જીવનમાં પ્રગતિ પણ પ્રાપ્ત થશે.

    MORE
    GALLERIES