ધર્મ ડેસ્ક: વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ચાલ, યુતિ, સંક્રમણ અને સ્થિતિને વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે પણ બે ગ્રહો એક જ રાશિમાં ભેગા થાય છે, ત્યારે તેની અસર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થતી હોય છે. એ જ રીતે બે ગ્રહોના સંયોગથી ગુરુ ચાંડાલ યોગ ટૂંક સમયમાં બનવાનો છે.
ગુરુ ચાંડાલ યોગ ક્યારે રચાય છે?: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે રાહુ અને ગુરુ એક સાથે જન્મકુંડળીમાં હોય છે, ત્યારે ગુરુ ચાંડાલ યોગ બને છે. ગુરુ હાલમાં મીન રાશિમાં છે. મીન રાશિનો સ્વામી દેવગુરુ ગુરુ જ છે. 22 એપ્રિલે ગુરુ ગ્રહ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં રાહુ પહેલેથી જ બેઠો હશે.
1. મેષ રાશિ - 22 એપ્રિલ બાદ મેષ રાશિમાં ગુરૂ ચાંડાલ યોગ લગ્ન ભાવમાં બનશે. આ સ્થિતિમાં 22 એપ્રિલથી 30 ઓક્ટોબર સુધી એટલે કે, આવનારા છ મહિના તમારા માટે ભારે રહેવાના છે. આ સમય કપરો રહેશે. આ દરમિયાન તમારે અનેક પડકારોનો સામનો કરવો પડશે. ધનહાનિ પણ થઈ શકે છે. કોઈપણ સામે અપમાનની સ્થિતિ ઉભી થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પણ નરમાઈ રહેશે.