Grah Gochar January 2023: નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં ગ્રહોના રાજા સૂર્ય, કર્મફળદાતા શનિ અને શુક્ર આ ત્રણ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. આ ત્રણ ગ્રહોના રાશિ પરિવર્તનનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ નિશ્ચિત રૂપે પડશે. આ ઉપરાંત બે મોટા ગ્રહ બુધ અને મંગળ પણ પોતાની ઉલ્ટી ચાલથી સીધી ચાલ અપનાવશે.
આ બંને ગ્રહ વક્રીથી માર્ગી થશે, જે તમામ જાતકોના જીવનને પ્રભાવિત કરશે. શનિનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે નવા પડકાર લઇને આવી શકે છે. કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી પુરીના જ્યોતિષાચાર્ટ ડો. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ કે આ ગ્રહોનું રાશિ પરિવર્તન કયા દિવસે અને કયા સમયે થશે તથા કઇ રાશિઓ પર તેનો વધુ પ્રભાવ પડી શકે છે.
સૂર્ય ગોચર 2023 : ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન 14 જાન્યુઆરી 2023ના રોજ થશે. આ દિવસે સૂર્ય દેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. 14 જાન્યુઆરીએ સૂર્યનું મકર રાશિમાં ગોચર રાતે 08 વાગીને 57 મિનિટે થશે. 14 જાન્યુઆરીથી લઇને 13 ફેબ્રુઆરી સુધી સૂર્ય મકર રાશિમાં રહેશે. સૂર્યના પ્રભાવથી મકર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.
શનિ ગોચર 2023 : ન્યાયના દેવતા શનિ પણ જાન્યુઆરી મહિનામાં પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 17 જાન્યુઆરી મંગળવારના રોજ શનિનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિ પોતાનું ઘર મકર રાશિ છોડીને બીજા ઘર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 17 જાન્યુઆરીએ શનિ રાત્રે 08:02 કલાકે કુંભ રાશિમાં ગોચર કરશે. શનિનું આ રાશિ પરિવર્તન અનેક રાશિના લોકોના જીવનમાં નવા પડકારો લાવી શકે છે.
શુક્ર ગોચર 2023 : ધન, સંપત્તિ અને ભૌતિક સુખોનો કારક શુક્ર પણ જાન્યુઆરી મહિનામાં પોતાની રાશિ બદલી નાખશે. શુક્ર મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 22 જાન્યુઆરી, રવિવાર, બપોરે 04.03 કલાકે શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર પણ શનિની સાથે કુંભ રાશિમાં રહેશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ શુક્રનું રાશિ પરિવર્તન થશે.
જાન્યુઆરી 2023 ગ્રહોના ગોચરની રાશિચક્ર પર અસર : જાન્યુઆરી મહિનામાં સૂર્ય, શનિ અને શુક્રના રાશિ પરિવર્તન અને બુધ અને મંગળના ગોચરને કારણે મેષ, કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડશે, ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.