જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં હજાર દરેક ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જે પોતાનામાં જ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ ગ્રહોનું રાશિ પરિવર્તન રાશિ ચક્રની 12 રાશિઓ પર અલગ અલગ શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. 14 જાન્યુઆરી 2023ના રોજ સાંજના સમયે ગ્રહના રાજા સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરી મકર રાશિમાં પ્રવેશ કરશે. કારણ છે કે આ વખતે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2023 રવિવારના રોજ ઉજવવામાં આવશે.
કર્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ કર્ક છે તેમના માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશે. આ પરિવર્તન કર્ક રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધારશે. અભ્યાસના ક્ષેત્રમાં સારા સમાચાર મળી શકે છે. સંતાનો તરફથી પણ સારા સમાચાર મળશે. માનસિક શાંતિ મળશે. પરિવારમાં પ્રેમ વધશે. મિત્રો સાથે ફરવાનો પ્રોગ્રામ બનાવી શકો છો.
તુલા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એ લોકો માટે સુખદ અને લાભદાયક રહેશે જેમની રાશિ તુલા છે. તમારું મન પ્રસન્ન રહેશે અને ધૈર્ય પણ વધશે. પિતાનું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ધાર્મિક સંગીત સાંભળવામાં રસ વધશે. વેપારમાં લાભ થશે. તમને અભ્યાસ અને સંશોધન કાર્યમાં સફળતા મળશે. ધનલાભની ઘણી તકો મળશે.