Sun Transit 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય 30 દિવસ પછી એક રાશિથી બીજી રાશિમાં જાય છે. 17 ઓગસ્ટનાં સૂર્ય કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે સેપ્ટેમ્બર મહિનાની 17 તારીખ સુધી રહેશે અને આ સેપ્ટેમ્બર મહિનાનાં 17 દિવસ તેમને સૌથી ઉત્તમ ફળ આપસે.. સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. તે દર મહિને રાશિ બદલે છે અને તેની અસર આ 5 રાશિઓના જીવન પર ખાસ જોવા મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 17 સપ્ટેમ્બર સુધી પોતાની રાશિમાં જ રહેવાનો છે. અહીંથી નીકળ્યા બાદ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ હાલમાં ગ્રહ ગોચરની અસર તેનાં ચરમ પર છે જેને કારણે સેપ્ટેમ્બર મહિનાનાં 17 દિવસ આ ગોચર શુભફળદાઇ રહેશે. સિંહ રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે જ્યાં કેટલીક રાશિના જાતકોના જીવન પર વિપરીત અસર જોવા મળશે. ત્યાં જ કેટલીક રાશિઓને તેનાથી ખુબ જ ફાયદો પણ થશે. તેમને મા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. તેમજ સુખ, સમૃદ્ધિ અને ધનમાં વધારો થશે. તેમનું નસીબ સૂર્યની જેમ ચમકશે. આ રાશિના જાતકોને સૂર્ય ગોચરથી વિશેષ લાભ થશે