વૃષભ રાશિ (Taurus)ની છોકરીઓ અત્યંત મહત્વાકાંક્ષી અને સ્વપ્રેરિત હોય છે. તેઓ મહેનતુ પણ ખૂબ હોય છે, એટલે તેઓ જે પણ નક્કી કરે એ મેળવીને જંપે છે. તે દરેક કામ યોજના બનાવીને કરે છે. તેમનામાં ગજબનું ડેડીકેશન હોય છે અને તણાવ વચ્ચે પણ બુદ્ધિમત્તાથી કામ પૂરું કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ દરેક કામ સારી રીતે કરવામાં માને છે. તેમની આ ખૂબીઓ જીવનમાં ખૂબ સફળતા અપાવે છે.
કુંભ રાશિ (Aquarius)ની છોકરીઓ ખૂબ રચનાત્મક હોય છે. તેમનામાં સારી તાર્કિક ક્ષમતા હોય છે અને લોકોથી અલગ વિચારવાની ખૂબી હોય છે. તેઓ વિજ્ઞાનમાં પણ રસ ધરાવે છે. ઉપરાંત, સામાજિક કાર્યોમાં પણ તેઓ ધગશથી ભાગ લે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)