Home » photogallery » dharm-bhakti » ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

GARUD PURAN: ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! એવી આદતો જે તમારો વિનાશ કરી શકે છે તેને આજે જ છોડી દો. જીવનમાં ખૂબ સફળ થશો.

  • 15

    ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

    ગરુડ પુરાણ અનુસાર ક્રોધ હંમેશા વ્યક્તિનો નાશ કરે છે. તેના કારણે કોઈ પણ વ્યક્તિ ક્યારેય ગુસ્સામાં સાચો નિર્ણય લઈ શકતો નથી. જે લોકો પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી, તેઓ ઘણીવાર ખોટા નિર્ણયો લે છે અને હાથમાં આવેલી તકો પણ ગુમાવે છે. આ જ કારણ છે કે ક્રોધને માણસનો દુશ્મન માનવામાં આવે છે. એટલા માટે ધ્યાન રાખીને તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો.

    MORE
    GALLERIES

  • 25

    ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

    ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ કહે છે કે ઈર્ષ્યા વ્યક્તિને અંદરથી  સાવ ખાલી બનાવી દે છે. આનાથી તે પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. આ કારણે  શક્ય હોય તો જો કોઈ વ્યક્તિ સફળ થઈ રહી હોય તો તેની ઈર્ષ્યા કરવાને બદલે તેના ગુણો પર ધ્યાન આપો. તમે તેનામાં એવું શું અલગ છે કે તેને સફળતા મળી રહી છે તે જોવાનો પ્રયાસ કરો. જો તમારામાં શીખવાની ભાવના હશે તો તમે હંમેશા આગળ વધશો કારણ કે જેમનામાં ઈર્ષ્યાની ભાવના હોય છે તેઓ સફળતાથી દૂર રહે છે.

    MORE
    GALLERIES

  • 35

    ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

    ગરુડ પુરાણ અનુસાર, આળસ એક એવો દોષ છે જે વ્યક્તિને હંમેશા પાછળ ધકેલે છે. જો તમે તેને સમયસર દૂર નહીં કરો, તો તમે આળસને કારણે ઘણી તકો ગુમાવશો. શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે સવારે વહેલા ઉઠો અને ભગવાનનું ધ્યાન કરો. આ જ સફળતાનો રસ્તો છે.

    MORE
    GALLERIES

  • 45

    ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

    ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર, જો તમને શંકા અથવા અસુરક્ષાની લાગણી છે, તો તે તમારા માટે ખૂબ જોખમી પણ છે. ઘણી વખત આ કારણે તમે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. આ કારણે તમારી ઊંઘ અને આખી દિનચર્યા પ્રભાવિત થાય છે, જેની સીધી અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તમારામાં આત્મવિશ્વાસ કેળવો જેથી તમે જીવનમાં સફળ થઈ શકો. કોઈ પણ ડાઉટ મગજમાંથી કાઢી નાખો.

    MORE
    GALLERIES

  • 55

    ગરુડ પુરાણમાં લખ્યો છે સફળ થવાનો મંત્ર! જો આ ભૂલો કરશો તો લક્ષ્મી તમારાથી દૂર ભાગશે

    એવું કહેવાય છે કે ચિંતા ચિતા સામના છે, છતાં લોકો ચિંતા કરવાનું બંધ કરી શકતા નથી. ચિંતા કરવાને બદલે આપણે વિચારવું જોઈએ. ચિંતા આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને ચિંતન આપણને કોઈપણ સમસ્યામાંથી બહાર નીકળવાનો ઉપાય આપે છે. જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો ચિંતા કરવાનું છોડી દો અને પોઝિટિવ વિચારવાનું શરૂ કરો.

    MORE
    GALLERIES