મહારાષ્ટ્ર સહિત પૂરા ભારતમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. આરતીથી લઇને મંગલગાયન સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ખાસ ધૂમ હોય છે. કોરોના વાયરસના કારણે પંડાલોમાં હાલ એટલી સજાવટ કે ભીડ નથી પણ તેમ છતાં ગણેશ ઉત્સવનો ઉલ્લાસ ચોક્કસથી જોવા મળે છે.
મંદિરના પુજારીએ જણાવ્યું કે કોરોરાના કારણે આ વખતે ભક્તોની ભીડ ઓછી છે. જિલ્લાના અલગ અલગ સ્થાનો પર નિવાસ કરતા મહારાષ્ટ્ર રાજ્યના પરિવારોની વચ્ચે આ પર્વને લઇને અનોખો ઉત્સાહ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. વળી આ વખતે કોરોનાના કારણે અનેક જાણીતા પંડાલોએ તેમને ત્યાં ગણેશ સ્થાપના કરવાનું ટાળ્યું છે. બીજી તરફ સરકારે પણ કોરોનાના કારણે નિયમો કડક કર્યા છે.