cc ગણેશ ચતુર્થી 2020 (Ganesh Chaturthi 2020 Date) : ગણેશ ચતુર્થીનું પર્વ 22 ઓગસ્ટનાં રોજ છે. દરેકવખતે ગણેશ ચતુર્થી ઘણાં જ હર્ષો ઉલ્લાસ અને બેન્ડ બાજા સાથે ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાને કારણે ગણેશ ચતુર્થી ઘરે જ ઉજવવાની રહેશે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં ગણેશ ચતુર્થી ઘણા જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ઘણાં લોકો ગણેશ ચતુર્થીનાં દિવસે ગણેશજીની પ્રતિમાનું ઘરમાં સ્થાપન કરે છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. આ પર્વ ચાલે ત્યાં સુધી ગણેશજીની પૂજા, ભજન, અખંડ દીવો અને કિર્તન ચાલતુ રહે છે. અનંત ચતુર્દશીનાં દિવસે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવે છે. આ સાથે પ્રાર્થના પણ કરવામાં આવે છે કે તે આવતા વર્ષે જલ્દી જલ્દી આવે. કેટલાક લોકો આ પર્વને એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને 10 દિવસ સુધી ઉજવે છે.
ગણેશ ચતુર્થીનું શુભ મુહૂર્ત - ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટ 2020નાં રોજ શનિવારના દિવસે છે. ગણેશ ચતુર્થીની સાંજે 7.57 કલાક સુધી છે. હસ્ત નક્ષત્ર પણ સાંજે 7.10 કલાક સુધી છે. હિંદુ ધર્મ શાસ્ત પ્રમાણે, ચોઘડિયા, મુહૂર્ત ઘણો શુભ પ્રભાવ આપનારા છે. હિંદુ પંચાગ પ્રમાણે, 22 ઓગસ્ટનાં બપોરે 12. 22 કલાકથી સાંજનાં 4.48 કલાક સુધી ચર, લાભ અને અમૃત ચોઘડિયા મુહૂર્ત છે. આમાથી કોઇપણ સમયે તમે ગણેશ ભગવાનની સ્થાપના કરી શકો છો. સારા સમયમાં ગણેશજીની પૂજા કરવી તે હિંદુ સંસ્કૃતિ છે.