ગણેશ ચતૂર્થીનો તહેવાર 13મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષના ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસને ગણપતિની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિર: આ ગણપતિ મંદિર સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી સૌથી પહેલુ છે. આ મંદિર મુંબઈમાં આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિર એક નિસંતાન મહિલાએ બનાવ્યુ હતુ.
શ્રીમદ દગડૂશેઠ હલવાઇ મંદિર : ગણપતિ બાપ્પાનું આ મંદિર પૂણેમાં છે. સિદ્ધિવિનાયક મંદિર બાદ, આ મંદિરમાં ભક્તોની શ્રદ્ધા ખૂબ જ છે. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા શ્રીમંત દગડૂશેઠે અને તેમની પત્ની લક્ષ્મીબાઈએ પ્લેગમાં તેમનો માત્ર પુત્ર ગુમાવ્યો હતો. ત્યારબાદ ગણેજીની મૂર્તીની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી જ દગડૂશેઠનો પરિવાર સહિત આસપાસના વિસ્તારના લોકો ત્યા ગણેશોત્સવની ઉજવણી કરે છે.
મધુર મહાગણપતિ મંદિર, કેરળ: મધુર મહાગણપતિ મંદિર કેરળમાં આવેલું છે. કે તે શરૂઆતમાં ભગવાન શિવનું મંદિર હતું, પરંતુ પાદરીના પુત્રએ મંદિરની દિવાલ પર ભગવાન ગણેશની એક પ્રતિમા બનાવી. એવું કહેવાય છે કે મંદિરના ગ્રભગૃહની દિવાલ પર બનેલી બાળકની પ્રતિમા ધીમે ધીમે તેના આકારમાં વધારો કરી રહી છે. તે દરરોજ મોટી થઇ રહી છે.
રણથંભોર ગણેશ મંદિર, રાજસ્થાન: રાજસ્થાનના સવાઈ માધપુરથી લગભગ 10 કિ.મી. દૂર રણથંભોરના કિલામાં બનેલુ ગણેશ મંદિર ભગવાનને ચિઠ્ઠી મોકલવા માટે વિખ્યાત છે. ખાસ હકીકત એ છે કે ઘરમાં રહેતા લોકો જ્યારે કોઇક મંગળ કામ કરે ત્યારે તેઓ ભગવાન ગણેશને કાર્ડ મોકલવાનું ભુલતા નથી. આ મંદિર 10 મી સદીના રણથંભોરના રાજા હમિરએ બનાવ્યુ હતું.