લાલ બાગ વિસ્તારમાં તેની સ્થાપના થાય છે. આ વખતે પણ ખુબ ધૂમ-ધામથી લાલ બાગ ચા રાજાની સ્થાપના કરવામાં આવી. આ વખતે પણ સુંદર રીતે બાપ્પાને સજાવવામાં આવ્યા છે. સોનાના મુગટ સાથે શાનથી બેઠેલા જોવા મળી રહ્યા છે. લાલ બાગ ચા રાજાના દર્શન કરવા માટે અંબાણી પરિવાર પણ લાઈનમાં ઉભા રહે છે. એટલું જ નહી મોટા-મોટા બોલિવુડ સ્ટાર્સ પણ લાઈનમાં ઉભા રહે છે.
તમને જણાવી દઈએ કે, બાળ ગંગાદર તિલકે ગણેસ ઉત્સવની શરૂઆત કરી હતી. જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. તે સમયે ભારતીયોને એકસાથે લાવવા માટે ગણેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પૂરા દેશમાં પંડાલ બનાવવામાં આવતા હતા, અને સ્વતંત્રતા સંગ્રામ માટે ચર્ચા કરવામાં આવતી હતી.