ધર્મ ભક્તિ ડેસ્ક: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) ગ્રહોનું પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની અસર તમામ રાશિઓના (Zodiac Signs) જાતકો પર પડે છે. જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ શનિદેવ પછી સૌથી વધુ દિવસો સુધી રાહુ-કેતુ (Rahu-ketu) કોઈ પણ એક રાશિમાં બેસે છે. શનિ અઢી વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે, તો રાહુ-કેતુ દોઢ વર્ષ પછી વક્રી ચાલ ચાલે છે અને રાશિમાં ફેરફાર કરે છે.
રાહુ અને કેતુ સંયુક્ત રીતે સાપના સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. જેમાં રાહુ સાપનું મસ્તક છે, તો કેતુ શરીરનો બાકીનો ભાગ છે. જ્યોતિષશાસ્ત્રમાં આ બંને ગ્રહોને પાપી ગ્રહો માનવામાં આવ્યા છે. જેમની કુંડળીમાં આ ગ્રહો નબળા હોય છે, તેમના જીવનમાં આ ગ્રહો ભારે મુશ્કેલીઓ લાવે છે. આ સાથે જ આ ગ્રહોની શુભ સ્થિતિ ઘણા લાભ પણ આપે છે. હાલ રાહુ મેષ રાશિમાં વિરાજમાન છે, જ્યારે કેતુ તુલા રાશિમાં છે. 30 ઓક્ટોબર 2023 સુધી રાહુ-કેતુ આ રાશિઓમાં વિરાજમાન રહેશે. તો ચાલો જાણીએ કેટલા લોકો માટે આ સ્થિતિ ખૂબ જ સારા પરિણામ લાવશે.
મિથુન રાશિ- રાહુ-કેતુ તમારા માટે અચાનક ધન પ્રાપ્તિના યોગ બનાવી રહ્યા છે. તમારા પગારમાં વધારો થઇ શકે છે. બિઝનેસમાં પણ તમે સારો લાભ મેળવવામાં સફળતા મેળવી શકો છો. તમારી આવકના સ્ત્રોતોમાં પણ વધારો થશે. જે લોકો મોટા રોકાણનું આયોજન બનાવી રહ્યા છે, તેમના માટે આ સમયગાળો એકદમ શ્રેષ્ઠ સાબિત થશે અને આર્થિક લાભ પણ વધુ સારો મળશે.
વૃશ્વિક રાશિ- નોકરીની નવી તકો અને ઓફર્સ મળી શકે છે. ઓફિસમાં તમારી શરતોને આધીન કામ કરાવી શકશો. પ્રમોશન મળવાની ખૂબ પ્રબળ શક્યતા છે. પગારમાં વધારો થઇ શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે સમય અનુકૂળ રહેશે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવામાં સફળતા મળશે. ફ્રેશર્સને સારી નોકરી મળવાની શક્યતાઓ વધુ છે.