ધર્મ ભક્તિ ડેસ્ક: મંગળવારનો દિવસ હનુમાનજીનો ગણાય છે. આ સાથે જ આ દિવસે મંગળની પણ પૂજા થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ ઉર્જાનો ગ્રહ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની (Hanumanji) પૂજા કરવાથી તેમની કૃપા સાથે કષ્ટ પિડામાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે હનુમાનજીનાં આશિર્વાદથી શનિ દોષ માંથી મુક્તિ મળે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ ઉકેલાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવેલ છે, જે કરવાથી તમે હનુમાનજીનાં આશીર્વાદ મેળવી શકો છો અને શનિ દોષથી (Shani Dosh) મુક્તિ મેળવી શકો છો. તો જાણો મંગળવારના શાસ્ત્રોક્ત ઉપાય.