પ્રયાગરાજમાં મકર સંક્રાંતિના અવસર પર પહેલું શાહી સ્નાન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુઓનો સંગમ તટ પર જમાવડો થયો છે. એવામાં તમામ અખાડા સંગમ ઘાટ પર શાહી સ્નાન માટે સવારથી શાહી અંદાજમાં પહોંચી રહ્યા છે. શાહી સ્નાન માટે સૌથી મોટા અખાડા શ્રી પંચ દશનામ જૂના સંત, આચાર્ય અને મહામંડલેશ્વર રથ, બગ્ગિયો અને ગાડીયોમાં સવાર થઈ સંગમ તટ પર પહોંચ્યા. જૂના સાથે પહેલી વખત કિન્નર અખાડો પણ શાહી સ્નાનમાં સામેલ થયો છે.
કેટલાક દિવસ પહેલા કિન્નર અખાડા અને જુના અખાડા સાથે-સાથે ચાલવાની વાત કહી હતી. તમને જણાવી દઈએ કે, શનિવારે જૂના અખાડાના સંરક્ષક અને અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી મહંત હરિગિરિજી મહારાજ વચ્ચે યમુના બેન્ક રોડ સ્થિત મૌજગિરિ મંદિરમાં થયેલી બેઠક બાદ આ આશયનું નિર્માણ લેવામાં આવ્યું. આ પહેલા બંને વચ્ચે કચહરીમાં અનુબંધ પત્ર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.