ગલગોટાનું ફૂલ- ભગવાનની પૂજામાં સૌથી વધુ ઉપયોગ ગલગોટા (marigold)ના ફૂલોનો કરવામાં આવે છે. તેનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે. ગલગોટો આકર્ષણ વધારવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. નિયમિતપણે પીળા ગલગોટાના ફૂલની માળા ભગવાન વિષ્ણુને ચઢાવવાથી સંતાન સંબંધિત સમસ્યાથી છૂટકારો મળે છે.
ગુલાબનું ફૂલ- જ્યોતિષના જાણકારો મુજબ, ગુલાબના ફૂલો સંબંધોને મજબૂત કરવા માટે જાણીતાં છે. જ્યોતિષમાં લાલ ગુલાબનો સંબંધ મંગળ અને તેની સુગંધનો સંબંધ શુક્ર સાથે જણાવવામાં આવ્યો છે. તેના ઉપયોગથી પ્રેમ, આકર્ષણ, આત્મવિશ્વાસ, વિવાહ અને સંબંધોનું વરદાન પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને નિયમિત રૂપે ગુલાબ ચઢાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
કમળનું ફૂલ- કમળના ફૂલને જીવનમાં શુભ ફળના આગમનનું પ્રતિક માનવામાં આવે છે. આ શુદ્ધ રૂપથી દૈવીય અને આધ્યાત્મિક ફૂલ માનવામાં આવે છે. કમળના ફૂલનો સંબંધ નવ ગ્રહો અને દુનિયાની પૂરી ઊર્જા સાથે છે. તેમાં સફેદ રંગને સૌથી પવિત્ર માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને કોઇપણ એકાદશી પર બે કમળના ફૂલો અર્પિત કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે, દેવી લક્ષ્મીને 27 દિવસ સુધી નિયમિત એક કમળ અર્પિત કરવાથી અખંડ રાજ્ય સુખની પ્રાપ્તિ થાય છે.
જાસુદનું ફૂલ- તમામ દૈવીય અને ઔષધિય ગુણથી ભરપૂર જાસુદનું ફૂલ દેવીની આરાધના માટે સર્વોત્તમ છે. ઊર્જાથી ભરપૂર જાસુદના ફૂલ દેવી અને સૂર્ય દેવની આરાધનામાં વિશેષ મહત્વ રાખે છે. શત્રુઓ અને વિરોધીઓથી રાહત મેળવવા માટે દેવીને નિયમિત એક જાસુદ અર્પિત કરવું જોઈએ. દરેક પ્રકારની શારીરિક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે સૂર્ય દેવને અર્ધ્ય આપતી વખતે જળમાં જાસુદનું ફૂલ અવશ્ય નાખો. તેનાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે. (All Images credit- shutterstock)