ગરોળી જોઈને ભાગશો નહીં, તે શરીર ઉપર પડે તો ખુશ થાઓ, થાય છે આટલા ફાયદા
મોટાભાગના લોકો ગરોળીથી ડરે છે. ગરોળી જોતા જ લોકો ભાગી જાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગરોળી તમારા જીવનમાં આવનારી ખુશીઓનો શુભ સંકેત આપી શકે છે. તો ચાલો જાણીએ કે શરીરના કયા અંગ ઉપર ગરોળી પડવાનો શું મતલબ હોય છે?


ધર્મભક્તી ડેસ્કઃ શકુનશાસ્ત્રમાં (shakun shastra) સારા અને ખરાબ પ્રકારના શુકનો અંગે જણાવવામાં આવ્યું છે. શુકન ભવિષ્યમાં તમારી સાથે થનારા સારી કે ખરાબ ઘટનાઓ અંગે જણાવે છે. શુકનશાસ્ત્રમાં પણ ગરોળી (lizard) પડવા અંગે પણ જણાવવામાં આવ્યું છે. શરીરના દરેક અંગ ઉપર ગરોળી પડવાના અલગ અલગ ફાયદાઓ અને નુકસાન હોય છે. મોટાભાગના લોકો ગરોળીથી ડરે છે. ગરોળી જોતા જ લોકો ભાગી જાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગરોળી તમારા જીવનમાં આવનારી ખુશીઓનો શુભ સંકેત આપી શકે છે. તો ચાલો જાણીએ કે શરીરના કયા અંગ ઉપર ગરોળી પડવાનો શું મતલબ હોય છે? (પ્રતિકાત્મક તસવીર)


1-શત્રુઓનો થાય છે નાશઃ- શુકન શાત્ર અનુસાર જો ગરોળી ઉપરથી પડીને શરીના માથાના ભાગે પહોંઈ જાય તો શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે આનાથી તમને ધનની પ્રાપ્ત થાય છે. અને જો તમારા ગરદન ઉપર ગરોળી પડે તો તમારા દુશ્મનોનો નાશ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)


2- ધનની થાય છે વૃદ્ધિઃ- જો ગરોળી માતાર માથા, નીચેના હોઠ, નાભી, બંને જાંઘ અથવા તમારા ઘુંટણ અને પગના વચ્ચેના ભાગ ઉપર પડે તો આને શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી ધન લાભ થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. જો તમારા આઈબ્રો ઉપર ગરોળી પડે તો આનો મતલબ થાય છે કે તમારા ધનનો નાશ થાવાનો છે. (પ્રતિકાત્મક તસવીર)


3- પરિવારમાં થાય છે વિવાદઃ- ઘરમાં પ્રવેશ કરતા સમયે ગરોળીનો અવાજ સાંભળાય અને એવી જ રીતે આગળ જ જતી જાય તો. આ તમારા માટે શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે, આનાથી ધન લાભ થાય ચે. જોકે, જો કરોળી છાતીના ડાબી બાજુ ઉપર પડે તો ઘરમાં પરિવારમાં વિખવાદ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)


4- નોકરીમાં થાય છે પ્રમોશનઃ- જો તમે બહાર જઈ રહ્યા છો અને ગરોળીનો પૂર્વ, ઉત્તર, ઈશાન દિશાઓમાં અવાજ સંભળાય તો તમારા માટે શુભ સંકેત છે. માનવામાં આવી રહ્યું છે કે, તમને ધનની પ્રાપ્તી થશે. નોકરિયાત લોકોને પ્રમોશનનો અવસર મળશે છે. (પ્રતિકાત્મક તસવીર)


5- વ્યવસાયમાં થશે બરકતઃ- જો ત્રીજા અને ચોથા પ્રહરમાં ગરોળીનો અવાજ પૂર્વ દિશનો અવાજ સંભળા તો શુકનશાસ્ત્ર પ્રમાણે તમારા માટે શુભ સંકેત છે. માનવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આનાથી ધનની પ્રાપ્તિ થાય છે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ આવવા લાગી છે. જો ડાબી બાજુના ખભા ઉપર ગરોળી પડે તો એનો મતલબ થાય છે કે તેમારા શત્રુઓ વધશે. (પ્રતિકાત્મક તસવીર)