હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારને ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમયે કારતક કૃષ્ણ બરસે સમુદ્રમાંથી કામધેનુ, ત્રયોદશીના દિવસે ધન્વંતરિ, ચતુર્દશીના રોજ મહાકાળી અને અમાસના દિવસે મહાલક્ષ્મી પ્રકટ થઇ હતી.