ધર્મ ડેસ્ક: દિવાળી (Diwali 2021)નો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારના મહત્વની સાથે તેનો ઇતિહાસ પણ છે. દિવાળીના દિવસે શ્રીરામ ફક્ત અયોધ્યા પરત ફર્યા ન હતા, પરંતુ આ દિવસે માતા દુર્ગાએ કાલીનું સ્વરૂપ લીધું હતું, ભગવાન મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. માટે હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારોનું અનેરુ મહત્વ રહેલું છે.
કાળી ચૌદસ (3 નવેમ્બર 2021): હિંદુ સંસ્કતિનો કોઈ એક તહેવાર દેશનાં અલગ-અલગ ખૂણે અલગ અલગ રીતરિવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે. આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી પ્રજા છે. દિપાવલીના દિવસોમાં આવતો આવો જ એક તહેવાર એટલે આસો વદ ચૌદસનો દિવસ ઉર્ફે કાળી ચૌદશ. જેને “નાની દિવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે. દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો આ એક દિવસ!
બેસતુ વર્ષ (5 નવેમ્બર 2021): હિન્દુ કેલેન્ડર અનુસાર દિવાળી પછીનો દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, હિન્દુ નવું વર્ષ દર વર્ષે વિશ્વભરના હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે? ચાલો તમને જણાવીએ કે, આપણે કહી શકીએ કે આ દિવસને આપણા ધર્મ (હિન્દુ ધર્મ) નો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ વર્ષે હિન્દુઓ 2078 મી નવું વર્ષ અથવા હિન્દુ ધર્મનો જન્મદિવસ ઉજવશે. હિન્દુ ધર્મ એ સૌથી પ્રાચીન અને લાંબી અસ્તિત્વમાં છે. માન્યતાઓ અનુસાર હિન્દુ ધર્મ લગભગ 4000 વર્ષ જૂનો છે.
લાભ પાંચમ (9 નવેમ્બર 2021): લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે. જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે. આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે. ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આ દિવસે લોકો ધંધાની શરૂઆત કરે છે અને ચોપડા પૂજન પણ કરે છે.