ધર્મભક્તિ ડેસ્ક: ધાર્મિક દ્રષ્ટિએ 30 ઓક્ટોબરનો શુક્રવારનો દિવસ ઘણો જ ખાસ છે. આ દિવસે અશ્વિની મહિનાની પૂર્ણિયા તિથિ છે જેને શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાનાં દિવસે કોજાગરી લક્ષ્મી પૂજા થાય છે. જે દિવાળીનાં 15 દિવસ પહેલાં થાય છે. કોજાગરી લક્ષ્મી પૂજા દિવાળી પૂર્વે માતા લક્ષ્મીનું પૂજન કરવા માટે શુભ માનવામાં આવે છે. બંગાળમાં તેને લક્ષ્મી પૂજા કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, માતા લક્ષ્મીનો અવતાર જે દિવસે થયો શરદ પૂર્ણિમાનો દિવસ હતો. આ દિવસે માતા લક્ષ્મી મોડી રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવાં આવે છે. આવો ત્યારે આ દિવસે થતી શરદ પૂર્ણિમાનાં દિવસે થતી લક્ષ્મી પૂજા અંગે જાણી લો.
કોજાગરી લક્ષ્મી પૂજાનું મુહૂર્ત નોંધી લો.- કોજાગરી લક્ષ્મી પૂજા 30 ઓક્ટોબરનાં છે. આ દિવસે શરદ પૂર્ણિમા કે આશ્વિની પૂર્ણિમા તિથિનો પ્રારંભ સાંજે 5.45 મિનિટ પર થવાનો છે. 31 ઓક્ટોબર શનિવારે રાત્રે 8.18 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે. જેમાં આપ લક્ષ્મીજીનું પૂજન કરી શકો છો. જોકે આપે 30 ઓક્ટોબરનાં જ લક્ષ્મીજીનું પૂજન કરવાનું રહેશે. આ દિવસે શરદ પૂનમ પણ છે. આ પૂર્ણિમાએ માતા લક્ષ્મી ઘરે ઘરે વિચરણ કરવા જાય છે.
કેમ કરવી કોજાગરી પૂજા- કોજાગરી પૂર્ણિમા એટલે કે શરદ પૂનમની રાત્રે માતા લક્ષ્મી જ્યારે ધરતી પર વિચરણ કરે છે ત્યારે 'કો જાગૃતિ' શબ્દનું ઉચ્ચારણ કરે છે. જેનો અર્થ થાય છે કોણ જાગે છે. તે જુએ છે કે, રાત્રિમાં પૃથ્વી પર કોણ જાગે છે. જે લોકો માતા લક્ષ્મીની સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે તેમનાં ઘરે લક્ષ્મી માતા જરૂર આવે છે.
કોજાગરી પૂજાનું મહત્વ- એવી માન્યતા છે કે, શરદ પૂનમનાં ચંદ્રમા 16 કળાઓથી ખીલે છે અને આ કિરણોમાં અમૃતનાં ગુણ હોય છે.આ દિવસો ચંદ્રમાની કિરણોથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે આકાશમાંથી અમૃત વર્ષે છે. એટલે જ આ રાત્રે દૂધપાકનો પ્રસાદ ચંદ્રની ચાદનીમાં ખુલો રાખવામાં આવે છે જેથી ચંદ્ર કિરણો તેમાં પડે અને દૂધ પાક અમૃત સમાન બની જાય. તેનું સેવન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે.