પ્રકાશ સોલંકી, બોટાદ : સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમવાર દાદાને વિવિધ અલગ અલગ પ્રકારની ઔષધીઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. તેમજ દાદાને નાગરવેલનાં પાનના વાઘા પહેરવામાં આવ્યા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.આજે શનિવાર હોવાથી ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા.