ધર્મભક્તિ ડેસ્કઃ ધનતેરસના (Dhanteras 2020) આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આખા વર્ષમાં ધનતેરસનો દિવસ જ ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી (Dhanatrayodashi)પણ કહેવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર ખરીદી કરે છે. મોટાભાગના લોકો આ દિવસે વાસણ ખરીદે છે. કેટલાક લોકો કપડા ખરીદે છે. ધનતેરસની ખરીદીમાં વાસ્તુ ટિપ્સની (Vastu Tips) ભૂમિકા પણ મહત્વની માનવામાં આવે છે. નિષ્ણાંતો પ્રમાણે ઘરનું વાસ્તુ એ નક્કી કરે છે કે ધનતેરસના દિવસે કઈ ચીજો ખરીદવી જોઈએ અને કઈ ચીજો નહીં. આ દિવસે વાસ્તુ અનુસાર ખરીદી કરવાથી આગામી દિવાળી સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)
તમારું ઘર અને તેનો મુખ્ય દ્વારા જે દિશામાં છે તેના અનુસાર ખરીદી કરવાની કોશિશ કરવી. ઉદાહરણ તરીકે તમારું ઘર અગ્નિકોણાં હોય તો તમારે ધનતેરસના દિવસ ચાંદીનો સામાન જરૂર ખરીદવો જોઈએ. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો સોના અથવા તાંબાથી બનેલો સામાન ખરીદવો જોઈએ. તમારા ઘરનો મુખ્ય દ્વારા જો નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ પશ્વિમ તરફ હોય તો ચાંદી અથવા તાંબાની બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)
જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશણાં છે તો તમારે વિશેષ રુપથી તાંબા અને પીતળની ખરીદી કરવી જોઈએ. તમે આજના દિવસે સોનું પણ કરીદી શકાશે. આ ઉપરાંત ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું જોઈએ. ઝાડુની પૂજા કરવી જોઈએ. આજના દિવસે સોના, ચાંદી, પીતળ, કાંસુ અને તાબા ઉપરાંત કોઈપણ વસ્તુ આ દિવસે ખરીદવી ન જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)