મેષ: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય સારું રહેશે. તમને થોડા એવા લોકો મળશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. વ્યવસાયમાં અટવાયેલાં કાર્યો ફરી શરૂ થશે. કોઇ પાસેથી ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. સમય અતિ ઉત્તમ ફળદાયી છે. આ સમયે તમે જે પણ કામ કરવાનું ઇચ્છો છો, તેમાં સફળતા પ્રાપ્ત થશે.
કુંભ: ગણેશજી કહે છે, જો વ્યવસાયમાં સ્ટાફ અને વ્યવસ્થામાં થોડો ફેરફાર ઇચ્છો છો તો સમય યોગ્ય છે. લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમોની તૈયારીમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારા અંગત સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરવાનો સમય છે. વધારે કામના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં. દિવસ શાંતિથી પસાર થશે.