કુંભ: ગણેશજી કહે છે, ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે. ધ્યાન રાખો કે કોઇ વ્યવસાયિક નાની પણ બેદરકારી તમારા કરિયરને ખરાબ કરી શકે છે.
મીન: ગણેશજી કહે છે, વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમેય તમે એકલતાનો અનુભવ કરશો.