વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ છે અને તમને ક્યાંકથી શુભ સમાચાર પ્રાપ્ત થવાની પૂરી આશા છે. મન પ્રસન્ન રહેશે અને તમારા કાર્ય પૂરા થવાથી ઉત્સાહમાં વધારો થશે. વ્યવસાયના ક્ષેત્રમાં આવેલા તણાવને તમારા પર ભારે પડવા દેશો નહીં. નિરાશાજનક વિચારોને મનમાં ન આવવા દો, સમય ઘણો અનુકૂળ છે.