મિથુન:ગણેશજી કહે છે, વેપારમાં ભાગીદારો તથા જીવનસાથી પાસેથી પણ પૂર્ણ સહયોગ મળશે. જૂનુ દેવુ હશે તો તેમાં ઘટાડો થઈ શકે છે. માતાની સાથે કેટલાંક વૈચારિક મતભેદ થઈ શકે છે. સામાજિક કાર્ય કરવાથી સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. રોજગાર ક્ષેત્રમાં તમારી ક્ષમતાઓમાં સુધારો આવવાના કારણે તમને નવી તકો મળી શકે છે.