સિંહ: ગણેશજી કહે છે, આજે સપના સાકાર કરવાનો દિવસ છે, મહેનતથી કામ લેવું. તમને પૂર્વજો પાસેથી પૈસા મળે તેવી સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ખર્ચા પર નજર રાખો. ઠંડા-ગરમ વાતાવરણના કારણે ગળમાં તકલીફ રહેશે. કૌટુંબિક ખર્ચામાં વધારો થશે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક: ગણેશજી કહે છે, ધનલાભના યોગ છે. અન્યની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો. વિદ્યાર્થીઓને ગુરુના ટેકાથી ફાયદો થશે. જીવનસાથીને નવા ધંધાનો પ્રારંભ કરવા માટેનો સહયોગ મળશે. આજનો દિવસ ઉન્નતિ આપનાર રહેશે. તમને માન અને સન્માન મળશે અને કૌટુંબિક સંપત્તિમાં વધારો થશે.
કુંભ: ગણેશજી કહે છે, પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓને લગતાં કોઇ કામમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. વ્યવસાયિક સ્થળે કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે. તમારી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો.