પ્રયાગરાજમાં 49 દિવસો સુધી ચાલનાર કુંભની મંગળવારે શરુઆત થઈ ગઈ છે. મકર સંક્રાતિના દિવસે કુંભમાં પ્રથમ શાહી સ્નાન દિવ્ય અને ભવ્ય રુપથી સંપન્ન થયું હતું. આ દરમિયાન કુંભ મેળામાં રામ મંદિરના નિર્માણ માટે 33 હજાર માટીના દીવા પ્રગટાવવામાં આવશે. સંત મોની મહારાજે કહ્યું હતું કે અમે એક મહિનામાં 11 લાખ દીવા પ્રગટાવીશું. અમે ઇચ્છીએ છીએ કે કુંભ પછી તરત રામ મંદિર નિર્માણ શરુ થઈ જાય.