ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ગરીબ અને દાનનું વિશેષ મહત્વ છે (Daan Mahatva). દાન કરવાથી વ્યક્તિને માત્ર પુણ્ય જ નથી મળતું પરંતુ તેના બધા પાપો પણ દૂર થઈ જાય છે. જો તમે પણ દાન કરીને પુણ્ય મેળવવા માંગતા હોવ તો તમારે બ્રાહ્મણો, ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ.
જોકે દાન સંબંધિત ઘણા નિયમો છે, પરંતુ દાન કરતા પહેલા આ નિયમોને જાણવા ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર ઘણી એવી વસ્તુઓ છે જેનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓનું દાન કરવાથી તમે પુણ્યના ભાગીદાર નહીં પણ કંગાળ બની શકો છો.આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલા દાનના નિયમો (Daan Niyam) અને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનું દાન અશુભ માનવામાં આવે છે.
આમ કરવાથી તમને પુણ્ય તો મળશે જ, પરંતુ તમારા ઘરમાં બરકત પણ રહેશે. દાન હંમેશા નિઃસ્વાર્થ ભાવે અને ખુશ થઇને કરવું જોઈએ. દ્વેષ અને દુ:ખ સાથે કરવામાં આવેલું દાન કોઈ લાભ આપતું નથી. દાન હંમેશા આદર અને શ્રદ્ધા સાથે કરવું જોઈએ. દાન કરતી વખતે હાથ વડે વસ્તુઓનું દાન કરો, ફેંકી કે મુકીને ક્યારેય દાન ન કરો. આમ કરવું અશુભ માનવામાં આવે છે.