શરદ નવરાત્રીનો શુભારમ્ભ આજથી શરૂ થઈ ચુક્યો છે. આ દરમ્યાન માં દુર્ગાના વિભિન્ન 9 રૂપોની આરાધના કરવામાં આવશે. નવરાત્રીમાં જો સાધક માં દુર્ગાની વિધિવત આરાધના કરે તો તેના પર માંની કૃપા હંમેશા વરસતી રહેશે. પરંતુ તમને આ વાતનો અંદાજો નથી હોતો.
2/ 6
આજે અમે તમને કેટલાક વિશેષ સંકેત જણાવીશું જેને જોઈ તમને ખબર પડી જશે કે, માંનો આશિર્વાદ તમારા પર મહેરબાન થયો છે કે નહી.
3/ 6
નવરાત્રી દરમ્યાન માં દુર્ગા પોતાના આરાધકો પર વિશેષ કૃપા વરસાવે છે. જો નવરાત્રીમાં તમને ઘુવડનું સપનું આવે તો, તે એ વાતનો સંકેત છે કે, માં તમારી ભક્તિથી પ્રસન્ન છે, અને તમારા ઘરે લક્ષ્મીનો વરસાદ થવાનો છે.
4/ 6
નવરાત્રીમાં ક્યાંક જતા સમયે તમને રસ્તામાં શરીર પર તમામ શણગાર સજેલી કોઈ મહિલા દેખાય તો તે એ વાતનો સંકેત છે કે, તમારી પરેશાની ખતમ થવાની છે. આવનારા સમયમાં તમારી પાસે ધન-ધાન્યની કોઈ કમી નહી હોય.
5/ 6
નવરાત્રી દરમ્યાન જો સવારના સમયે ક્યાંક જતા સમયે નારિયેળ કે કમળનું ફૂલ દેખાય તો, તે એ વાતનો સંકેત છે કે, માં દુર્ગા તમારાથી ખુબ ખુશ છે અને તે તમારા ઘર પર કૃપા વરસાવશે.
6/ 6
નવરાત્રી દરમ્યાન જો માંના દર્શન કર્યા બાદ મંદિરમાંથી નીકળતા સમયે તમને ગાય માતાના દર્શન થઈ જાય તો, આ તે વાતનો સંકેત છે કે, ટુંક સમયમાં માં તમને મનવાંચિછિત ફળ આપશે.