વિજયાદશમીનો તહેવાર 19 ઓક્ટોબર 2018ના રોજ મનાવવામાં આવશે. આ પર્વને બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપે મનાવવામાં આવે છે. આ પર્વને અશ્વિની માસની શુક્લ પક્ષની દશમી તીથિના રોજ મનાવવામાં આવે છે. વિજયાદશમીના તહેવારને મનાવવા પાછળ આધ્યાત્મિક અને ધાર્મિક કારણ છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આનું ઘણું મહત્વ છે.
2/ 5
દશેરાના દિવસે લોકો શસ્ત્ર પૂજા પણ કરે છે. આજે તમને જણાવીશું કેટલાક એવા ઉપાય, જો તમે પણ આ રીતે વીધિથી કરશો અસ્ત્ર-શસ્ત્રની પૂજા તો તમારા દરેક દુશ્મન તમારી સામે હાર માની લેશે.
3/ 5
- આ દિવસે ઘર પર જેટલા અસ્ત્ર-શસ્ત્ર હોય, તેના પર ગંગાજળ છાંટી તેને પવિત્ર કરો. ત્યારબાદ તેના પર કંકુ, અબાલ-ગુલાલ, હળદળ, ચંદનથી તીલક કરો.
4/ 5
- ત્યારબાદ તેના પર ફૂલ અર્પણ કરો. પછી શમીના પત્તા પણ ચઢાવો. વિજયાદશમીના દિવસે શમીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
5/ 5
- વિજયાદશમી પર શસ્ત્ર પૂજાનો રિવાજ ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. પહેલાના સમયમાં ક્ષત્રિય રાજા આ વિશેષ દિવસે પોતાના દુશ્મનને યુદ્ધ માટે લલકારતા હતા.