વૈદિક જ્યોતિષમાં (Vaidik jyotish) ગ્રહોનો સેનાપતિ માનવામાં આવતો મંગળ (Mangal) 27 જૂને પોતાની મૂળ ત્રિકોણ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. રાહુ પાપ ગ્રહ છે, તે પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. રાહુ અને મંગળનું આ મિલન અંગરક યોગને જન્મ આપે છે. મંગળ સાહસનો ગ્રહ છે, જ્યારે રાહુ કપટનો ગ્રહ છે, તેથી આ યુતિમાં જાતકો ક્રોધિત અને ખૂબ હિંમતવાન બને છે અને કાર્ય બગાડે છે.
અગ્નિ તત્વ અને યુદ્ધનો ગ્રહ મંગળ 27 જૂન, 2022 ના રોજ મીન રાશિને છોડીને સવારે 5.38 વાગ્યે તેના મૂળ ત્રિકોણ મેષમાં પ્રવેશ કરશે. જ્યાં રાહુ પહેલાથી જ મેષ રાશિમાં સ્થિત છે. જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ જ્યારે પણ મંગળ અને રાહુ બંને એક સાથે આવે છે ત્યારે યુતિની રચનાને કારણે અંગારક યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં અંગારકને યોગ અશુભ માનવામાં આવે છે. આ યુતિના કારણે 7 રાશિઓને લાભ થશે અને 5 રાશિઓને ગેરલાભ થઈ શકે છે. અહી તે અંગે જાણકારી આપવામાં આવી છે.