

મેષ- બીજા પર તમારો પ્રભાવ સારો પડશે. કોઇ ખાસ બાબતે તમે એકાંતમાં વિચાર કરશો તો, બધુ ઠીક થઈ શકે છે. સંબંધો અને પાર્ટનરશિપની બાબતમાં મનમાં કોઇને કોઇ આશંકા રહેશે. સમય સાથે બધું ક્લિયર થવા લાગશે, ત્યાં સુધી ધીરજ રાખવી. યોગ્ય લોકોની સલાહ લેવી. આજે જે પણ કામ કરો એ ગંભીરતાથી કરવું. આજે તમે મનની વાત કોઇને જણાવવામાં મૂંજવણ અનુભવી શકો છો. કોઇ બાબત અંગે મનમાં ગભરામણ થઈ શકે છે. ધનહાનિના યોગ બની રહ્યા છે. કોઇ વિવાદમાં પણ સપડાઇ શકો છો. મનમાં રહેલા નકામા ડરમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો. જે બદલાવ આવી રહ્યા છે, તેનાથી પૂરેપૂરો સંતોષ નહીં મળે. લોકો તમારી વાત સાથે સહમત પણ થઈ શકે છે. ધનહાનિના યોગ પણ બની શકે છે. કોઇ ખાસ બાબતે મનમાં ઉથલ-પુથલ થઈ શકે છે. પરિવારના લોકોનો સહયોગ ન મળવાથી મૂડ બગડી શકે છે.પાર્ટનર સાથે સમય પસાર કરવા મળશે. લવર કે લાઇફ પાર્ટનરનો પ્રેમ અને સહયોગ મળશે. કેટલીક બાબતોમાં અધિકારીઓનો સહયોગ ન મળવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. વિવાદ પણ થઈ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સમય નકારાત્મક થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગ મટી શકે છે.


વૃષભ- આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની રીતે સારો દિવસ રહેશે. આજે તમે તમારી સંપૂર્ણ શક્તિ તમારા કામમાં લગાવશો. કોઇ મહત્વની બેઠક પણ થઇ શકે છે. જે તમારા માટે ખૂબ જ પ્રતિષ્ઠાપૂર્ણ રહેશે. આજે તમે પ્રભાવાળી લોકોની સમક્ષ રહેશો. આજે તમે જો નોકરીની શોધમાં હશો તો કોઇ નિર્ણાયક નિર્ણય પણ લઇ શકો છો. ધ્યાનમાં રાખો કે તમારી સફળતા તમે કેવી રીતે પોતાને રજૂ કરો છો તે પર આધારીત છે. તેમાં તમારી વેશભૂષા પણ મહત્વનો રોલ ભજવશે. આજે તમે કોઇ માનસિક ભ્રમમાં પણ રહી શકો છો. સ્વભાવમાં ગુસ્સો પણ રહેશે. કોઇ તમને સલાહ આપવાનો પ્રયાસ કરશે તો તમે તેને સમજશો નહીં અને ઓલાચના કરશો. જો કે મિત્રો અને પરિચિતો સાથે આજે તમારા સંબંધ સારા બની રહેશે. સંબંધ- આજે પ્રેમી કે જીવનસાથી સાથે સારા સંબંધો રાખશો. પ્રેમીનો અહેસાસ થશે પણ તનાવ પણ રહેશે. પણ સામાન્યતહ સારું રહેશે. પ્રોફેશન- આજે પૈસાના મામલે સતર્ક રહેશો. કોઇ જોખમ ના લેતા. આજે પૈસાની આવક પણ સિમિત રહેશે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં તમારે પડકારમાંથી પસાર થવું પડશે. પણ તમારું કદ અને પદ બની રહેશે. સ્વાસ્થય- આજે તમારું પેટ ખરાબ રહેશે. પરિવાર સાથે કોઇ વાતે ચિંતાની સ્થિતિ ઊભી થશે. દવા ખરીદવી પડશે. કેરિયર- આજે વિદ્યાર્થીઓને સામાન્ય સફળતા મળશે. સમય સામાન્ય રહેશે પણ તમારી મહેનત તેને સારો કરી શકે છે. એકાગ્રતા બનાવી રાખજો. પ્લેસમેન્ટમાં સફળ રહેશો.


મિથુન- આજે ચંદ્રમા, સૂર્ય અને શુક્ર તમારી રાશિના પાંચમા ભાવે રહેશે. આજે સ્વંયને ચિંતાઓથી મુક્ત રાખજો. મનમાં ચાલતી અકારણ ચિંતાઓ તમને ચિંતિત રાખશે. સહજ બનજો. જો તમારી સામે કોઇ મહત્વપૂર્ણ કામ આવે તો તે માટે યોજના બનાવજો. કામ કરવાની રીત બદલજો. આજે પૈસા મામલે તમારી પહેલી ચિંતા રહેશે. હિસાબ કિતાબ પર ધ્યાન આપજો. બચત શરૂ કરજો. ખર્ચા પર કાપ મૂકજો. આજે તને કોઇને કોઇની મદદ મળતી રહેશે. પરિવાર, મિત્રો, પ્રેમી પર ધન ખર્ચ થશે. નકારાત્મક ચિંતન પર નિયંત્રણ રાખજો. સંબંધ- આજે તમારા પ્રેમી કે જીવનસાથી પર અકારણ ક્રોધ થશે. આજે તમે તેનાથી નારાજ રહેશો. સંબંધોમાં તનાવ પણ રહેશે. વાણી પર નિયંત્રણ રાખજો અને સંવેદનશીલ બનજો. આજે ખર્ચો વધશે. પ્રોફેશન- આજે તમારા પૈસાની સ્થિતિ થોડી નબળી રહેશે. ખર્ચા વધશે. નોકરીમાં પણ દિવસ ઠીક નહીં રહે. સ્વાસ્થય- આજે તમારું સ્વાસ્થય સામાન્ય રહેશે. પણ માતા અને સંતાનના સ્વાસ્થયને લઇને ચિંતા રહેશે. કેરિયર- આજે વિદ્યાર્થીને વધુ મહેનત કરવી પડશે. પરિણામો નિરાશજનક રહી શકે છે. પણ વાસ્તવમાં તમારી પાસે સમય છે અને મહેનત કરશો તો સફળતા મળશે.


કર્ક- તમારું પૂરું ધ્યાન કાર્યક્ષેત્રમાં સુધારા લાવવામાં જ પસાર થઈ શકે છે. કામની જગ્યાએ કામ કરવાની રીત પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. અચાનક કોઇ સારી યોજના બની શકે છે. સાથીઓ સાથે કોઇ ખાસ બાબતે વાતચીત થઈ શકે છે. તમે તમારી ભાવનાઓ બીજાં સાથે શેર કરીને હળવાશ અનુભવી શકો છો. થોડી ગભરામણ કે ધૂંધવાટ અનુભવાઇ શકે છે. સમય ખરાબ થઈ શકે છે. કોઇ મોટા નિર્ણય બાબતે સતત વિચારી રહ્યા હોય તો તેને ટાળો. તેના માટે યોગ્ય સમય પછી આવશે. નોકરી કે મકાન બદલવા ઇચ્છતા હોય તો કોઇ મોટો નિર્ણય ન લેવો. કોઇ નવી યોજના મગજમાં હોય તો, તેને શરૂ કરતાં પહેલાં થોડી રાહ જોવી પડી શકે છે. પરિવારના લોકો સાથે સમય પસાર કરવા મળશે. કેટલાંક અટકેલાં કામ પૂરાં થઈ શકે છે.જીવનસાથીનો સહયોગ મળી શકે છે. લવ લાઇફ પણ સારી રહેશે. પ્રેમમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કરિઅર- બિઝનેસ સંબંધિત નવા નિર્ણય ન લેવા. પ્રોફેશનલ લાઇફમાં સાચવીને રહેવું. દુશ્મનોથી સાવધાન રહેવું. ગ્લેમર સાથે જોડાયેલા લોકોને આ અઠવાડિયામાં સફળતા મળી શકે છે. પેટમાં દુખાવો થઈ શકે છે. ભોજનમાં સાવધાની રાખવી.


સિંહ- તમારા મગજમાં કોઇ મોટી યોજના ચાલી રહી હોય તો, તેના પર કામ કરવા માટે દિવસ સારો છે. ભાઇઓ અને મિત્રોની મદદથી દિવસ સારો રહેશે. કઈંક રસપ્રદ માહિતી મળી શકે છે. કઈં મોટું પગલું લેતાં પહેલાં સારી રીતે વિચારી લેવું. પૈસાનું રોકાણ કરતાં પહેલાં બરાબર વિચારી લેવું કે, તમે જે જગ્યાએ રોકાણ કરી રહ્યા છો, તે યોગ્ય છે કે નહીં. ઓફિસનું વાતાવરણ ઉત્સાહભર્યું રહેશે. નજીકની કોઇ જગ્યાની યાત્રાના યોગ છે. રોજિંદાં કામમાં વડિલોની મદદ કરવી. જૂના મિત્રો તમારો ઉત્સાહ વધારી શકે છે. કેટલીક પરિસ્થિતિઓ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અધૂરી માહિતીના આધારે કરેલાં કામ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઉત્સાહમાં આવીને કોઇને વણમાગી સલાહ આપશો તો પણ મુશ્કેલીઓ વધશે. નોકરી અને બિઝનેસ સંબંધિત કોઇ રહસ્યની વાત બહાર આવી શકે છે. બચત વપરાઇ શકે છે. ધનહાનિના યોગ પણ બની રહ્યા છે. મકર રાશિના લોકોથી સાચવીને રહેવું. માતા-પિતા પર નકામો ગુસ્સો ન કરવો, નહીંતર આગામી દિવસોમાં તમારાં બનતાં કામ પણ બગડી શકે છે.પાર્ટનર તમારી વાત કહ્યા વગર જ સમજી જશે. પ્રેમ વધશે. દાંપત્યજીવનમાં સુધારો આવશે. બિઝનેસમાં સારી આવક થઈ શકે છે. કાર્યસ્થળ પર સુખદ વાતાવરણ બની શકે છે. સ્ટૂડન્ટ્સને મહેનત કરવાથી સફળતા મળવાના યોગ છે. એસિડિટી અને પેટના દુખાવાની સમસ્યા સતાવી શકે છે. ભોજન ઓછું લેવું.


કન્યા - આજે ત્રણ ગ્રહો તમારી રાશિથી બીજા ભાવમાં છે. આજે તમે થોડી ભૌતિક અને ભાવનાત્મક નબળાઈ અનુભવી શકો છો. તમારી પાસે સમગ્ર દિવસમાં ઓછુ કાર્ય છે, પરંતુ પ્રોગ્રામ ખૂબ જ હશે. આવી પરિસ્થિતિઓમાં, તમારી ભૌતિક ઊર્જા બચાવવા વિશે સાવચેત રહો. બિનજરૂરી પજવણી ટાળો અને ઓછામાં ઓછું બોલો. જો તમને કોઈપણ સમયે જરૂરિયાત લાગે, તો મદદ માટે પૂછવામાં અચકાશો નહીં. આજે તમારા મિત્રો, કુટુંબીજનો અને સહકર્મીઓ તમારા માટે મદદરૂપ થશે. આખો દિવસ તમારે તમારા વલણને સંતુલિત કરવું જોઈએ અને તમારી ભાવનાત્મક સંતુલન જાળવવી પડશે. આજે તમારે કુટુંબ અથવા ઑફિસ વચ્ચેના કોઈપણ વિવાદને ઉકેલવામાં મદદ કરવી પડશે. પરંતુ કોઈપણ વિવાદ સાથે તમે તમારી જાતને અનિચ્છિત રાખો, અથવા દોષ તમારા પર આવી જશે. તમારા પ્રયત્નોના પરિણામોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. તમારી ઇચ્છાઓ, તમારા સ્વાદની લાલચ, તમારા પોતાના શબ્દો બોલવા માટે લોભ આજે વધશે. સંબંધ - આજે તમારી રોમેન્ટિક કલ્પનાઓ અથવા લાલચ ખૂબ જ તીવ્ર છે. તેમા ઊર્જા પણ છે, કલ્પના અને ભાવના પણ છે. પરંતુ કોઈ પણ મુદ્દા પર કોઈ પ્રેમી અથવા જીવનસાથી સાથે તમારા સંબંધને અસર થઈ શકે છે. કોઇપણ મતભેદ હોય વાતચીતથી ઉકેલવાનો પ્રયત્ન કરો. વ્યવસાય- આજે તમારી પૈસાની આવક પ્રતિબંધિત રહેશે. તમારે તમારા પૈસાની સંભાળ રાખવી પડશે. ખર્ચ વધારે હશે. તમે આજે તમારી સામે કામ વધુ હશે. કેટલાક પ્રયત્ન છતાં, કેટલાક કામ બાકી રહેશે. સ્વાસ્થ્ય - આજે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર -ચઢાવ આવશે. શરીરમાં નબળાઈ અનુભવશો. સાંજે પગમાં થાક અને પીડા થઈ શકે છે. કારકિર્દી: આજે, વિદ્યાર્થીઓ માટે અભ્યાસોનું દબાણ ઊંચું રહેશે. આજે તમારે તમારી એકાગ્રતાની કાળજી લેવી પડશે. અભ્યાસમાં મન ઓછું લાગશે.


તુલા - આજે ચંદ્ર, સૂર્ય અને શુક્ર તમારી રાશિચક્રમાં છે. આજે તમારે કાળજીપૂર્વક પસાર થવું પડશે. કોઈ અજ્ઞાત વ્યક્તિ પર વિશ્વાસ ના કરો. તમારી ભાવનાને નિયંત્રિત કરો. આજે તમારે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે જેમાં તમારે સાવચેત રહેવાની જરૂર પડશે. લોકો આવશે અને તમને વિવિધ પ્રકારની વાર્તાઓ કહેશે. આ વાર્તાઓમાં વાર્તા વધુ છે, હકીકત ઓછી છે. તેમનો ઇરાદો તમારી સહાનુભૂતિ લેવા અને પછી તમને ઠગવા માટે છે. જો તમે તેમની દૃષ્ટિબિંદુ પર આવો છો, તો પછી તમે કૌભાંડનો ભોગ બની શકો છો. તે જરૂરી નથી કે આ કાર્ય સીધું જ કરવું જોઈએ. કોઈક તમને કોઈ રીતે ઑનલાઇન મૂર્ખ બનાવી શકે છે. ધ્યાનમાં રાખો કે જેમ કોઈ તમારી સાથે ભાવનાત્મક રીતે વાત કરે છે તેમ, અથવા લોભને સંતોષવા વિશે વાત કરે - તમારે તાત્કાલિક સતર્ક રહેવું પડશે. એ પણ હોઈ શકે છે કે તમે ગમેત્યા જાઓ છો અને લોકો પહેલેથી જ તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી રહ્યા હોય. તેમના નિશાને તમે પણ છો.. સમાધાનના માર્ગમાં રહેલા તમારે દૂર રહેવું જોઈએ. આજે તમે માત્ર તમારા મહત્વના કામ પર જ ધ્યાન આપવું જોઇએ. મુસાફરી કરી શકાય છે. સંબંધ: તમારા પ્રેમી અથવા જીવનસાથી માટે આજે શક્ય એટલું સરળ વર્તન રાખો. તમે વધુ નમ્ર અને ઉદાર રહેશો, તમારા જીવનસાથીનો પ્રેમ અથવા સંબંધ સારો રહેશે. વ્યવસાય- આજે તમારી નાણાંની પરિસ્થિતિ થોડી નબળી હશે. ખર્ચ વધારે હશે. આવતા અને જતા પૈસા ગુમાવી શકો છો. આજે કામ વધુ કામ કરશે. આરોગ્ય - આજે તમારું આરોગ્ય થોડું નબળું હશે. વાતાવરણની એલર્જી, હલકો તાવ આવી શકે છે. પગ અને માથામાં દુખાવો હોઈ શકે છે. કારકિર્દી- આજે વિદ્યાર્થીઓને ખૂબ જ સમયસર કામ કરવું પડશે અને ખૂબ સમયપત્રક બનાવવું પડશે. સ્પર્ધામાં તમારી નબળાઇઓ અથવા પરીક્ષાઓ માટેની તૈયારીમાં નજર નાખો.


વૃશ્ચિક- આજે ચંદ્રમા આપની રાશિથી બારમા ભાવમાં સૂર્ય અને શુક્ર સાથે છે. આજનાં દિવસે આપને ખુબજ સાવધાનીથી વર્તવાનું રહેશે. દરેક કામમાં આજે આપને સંપૂર્ણ યોગ્યતા અને ક્ષમતા આપવી પડશે. આજે આફની સાથે કોઇ મોટું નુક્શાન થવાની શક્યતા છે. કોઇ ખુબજ અસભ્ય અને અસામાજીક પ્રકારનાં વ્યક્તિથી, જે નિર્લજ પણ છે. આજે આપનો વિવાદ થઇ શકે છે. ખાસ કરીને વિપરીત લિંગનાં કોઇ વ્યક્તિથી વિવાદમાં આપે સતર્ક રહેવાની જરૂર છે. આ સ્થિતિ આપની સાથે ઓફિસમાં થવાની શક્યતા વધુ છે. રસ્તે ચાલતા પણ થઇ શકે છે. આપ એવાં વ્યક્તિથી છેતરાવો નહીં એટલે બની શકે કે તમારે તેનાં સ્તર પર જવું પડે. આપ સંકોચ ન કરતાં. પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેજો સંબંધ- આજનાં દિવસે આપનો ખુશનુમા યાદો વાળો રહેશે. આજે આપને પ્રેમી કે જીવન સાથી સાથે રોમાન્સ કરવાનો અવસર મળશે. જે આપનાં માટે યાદગાર રહેશે. પ્રેમી કે જીવનસાથી પર ધન ખર્ચ કરશો. આજે કોઇ વિવાહનો પ્રસ્તાવ પણ મળી શકે છે પ્રોફેશન- આજે આપને પૈસાનો સારો લાભ થશે. આપની પૈસાની સ્થિતિ ખુબજ પ્રસન્નતાદાયક રહેશે. નોકરીમાં આજે આપને આપની પ્રતિભાથી સારી સફળતા મળશે. આપનાં કાર્યની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય આજેઆપનું સ્વાસ્થ્ય સારુ રહેશે. આજે આપમાં ખુબ ઉર્જા રહેશે. કરિઅર- આજે વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. ભણવમાં મન લગાવજો સફળતા અવશ્ય હાથમાં છે


ધન-આજે આપની રાશિથી લાભ ભાવમાં ત્રણ ગ્રહોની યુતિ છે. આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો રહેશે. એક તરફ આપની સાથે ઘણી સુખદ ઘટનાઓ બનશે અને આનંદમય દિવસ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. અને આપની મીઠી વાણીને કારણે આપને સફળતા પણ મળશે. તો બીજી તરફ આપના સહજ સ્વભાવ વિરુદ્ધ આપે કામ કરવું પડશે. એવાં કામ કરવા પડશે જે આપને જરાં પણ પસંદ નહીં આવે. રોડ પર, ઓફિસમાં આજે આપ કોઇપણ એવું કામ ન કરો, જે આપને કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખજો. પરિવારમાં અણબનાવ થઇ શકે. આપ પ્રયાસ કરશો કે જે પણ વિવાદ છે તેનો અંત આવે. સંબંધ- આજે આપનાં પ્રેમી કે જીવનસાથી આપની વાણીથી મુગ્ધ રહેશે. આપનાં સંબંધ ખુબજ સારા રહેશે, પ્રેમ અને સમજ વધશે. વિવાહ પ્રસ્તાવ આવી શકે પ્રોફેશન- આજે આપનાં પૈસાની આવક સારી રહેશે. નોકરીમાં આઝે આપને સફળતા મળશે. અધિકારી આપનાંથી પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય- આજે આપનું સ્વાસ્થ્ય દિવસભર સારુ રહેશે. આજે આફમાં ખુબ ઉર્જા અને પ્રસન્નતા રહેશે. કરિઅર- આજે પ્રતિયોગિતા કે પરિક્ષામાં વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. પ્લેસમેન્ટ પ્રયાસ સફળ રહેશે. કોઇ શુભ સમાચાર મળશે.


મકર- આજનો દિવસ શાંતિ અને આરામથી વ્યતિત થશે. આપના સામે આજે કોઇ મોટું કામ નહીં હોય. અને ન તો આપને પ્રભાવિત કરનારી કોઇ મોટી ઘટના આજે બનશે. દિવસ ખુબજ પ્રસન્નતાથી વ્યતિત થશે. શરત માત્ર એટલી કે પોતાનાં તરફથી જાતે કોઇ સમસ્યા ન વ્હોરી લેતા. આપ આજના દિવસે ભવિષ્યની યોજના બનાવવામાં વ્યતિત કરશો. આજે પરિવારમાં કોઇ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે. પણ આજે કોઇ મહત્વનો નિર્ણય નહીં આવે. નોકરી કે વેપાર બદલવાનો વિચાર હાલમાં ટાળી દો. ફક્ત કામકાજમાં જ નહીં આપનાં વિચારોમાં પણ ધૈર્ય અને શાંતિ બનાવી રાખો. મિત્રો સાથે મળીને ભવિષ્ય વિશે નવા વિચાર કરો. સંબંધ- આજે લાંબા સમય બાદ આપનાં જીવનસાથીની સાથે આપનાં સંબંધોમાં આત્મીયતા અને સહજતા આવશે. આપની વાત કહેવા અને આપનાં જીવનસાથીની વાત સાંભળવામાં જરાં પણ આળસ ન રાખતા. પ્રોફેશન- આજે આમદનીની સરખામણીએ ખર્ચો વધશે. નોકરીમાં આઝે આપનું મન કામમાં ઓછુ લાગે. તેવી શક્યતા છે સ્વાસ્થ્ય- આઝે આપનું સ્વાસ્થ્ય સારુ રહેશે. આંખો અને દાંતની સમસ્યા સતાવી શકે કરિઅર- આપની સામે પરીક્ષાની ઘડી નજીક છે અને કાં તો તમારી તૈયારી ઓછી છએ કાં તો તમને પોતાનાં પર વિશ્વાસ નથી. કોઇપણ પરિસ્થિતિ હોય આજે ભણવા પર દબાણ વધુ રહેશે. જોકે અંતે પરિક્ષામાં સફળતા મળશે. પ્લેસમેન્ટનાં પ્રાયસમાં ભલે પહેલાં અસફળતા લાગે પણ આખરે સફળતા મળશે.


કુંભ - આજે ચંદ્રમા સહિત ત્રણ ગ્રહ તમારી રાશિથી ભાગ્ય ભાવમાં છે. આજનો દિવસ તમારા માટે સકારાત્મક નથી.આજે કોઈ કારણસર થોડા ચિંતિત બન્યા રહેશો. આ ચિંતાને કારણે તમને નિયમિત કામમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે પોતાના વ્યવહારમાં જ્યાં સુધી બની શકે તો સહજ રહો અને કોઈ વાત પર વધારે વિચારમાં ન પડો. જીવનના અન્ય ક્ષેત્રમાં આજે સુખ અને સ્થિરતા બની રહશે. સંબંધ - આજે જ્યારે તમે પોતાના પ્રેમી કે જીવનસાથી સામે પહોંચશો તો બની શકે કે તમે શરીર કે મનથી થાકનો અનુભવ કરો. જોકે થોડા સમયમાં તમે સામાન્ય થઈ જશો. સાંજનો સમય સારી રીતે પસાર થશે. પ્રોફેશન - આજે તમારી પૈસાની આવક સિમિત જ રહેશે. ખર્ચ વધારે થશે. નોકરીમાં થોડી નબળાઈ અને આત્મવિશ્વાસની ઉણપ રહેશે. સ્વાસ્થ્ય - આજે તમારા સ્વાસ્થ્યમાં થોડો ચડ ઉતાર રહેશે. નજીવો તાવ આવી શકે છે. પીઠ અને કમરમાં દુખાવો પણ થઈ શકે છે. કારકિર્દી - આજે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ઓછુ લાગશે અને આ કારણે તમે પરેશાન પણ થશો. આવનાર સ્પર્ધા કે પરીક્ષામાં ટેન્શન રહેશે.


મીન - આજે ચંદ્રમા તમારી રાશિથી આઠમાં ભાવમાં છે. આજે ચાલતા કાર્યોમાં અડચણો આવી શકે છે પણ તમે પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ નવી અને મોટી શરુઆત કરી શકો છો. નવો વેપાર કે નવી નોકરી માટે આજનો દિવસ સારો છે. આજે તમને પોતાના પ્રયત્નોથી ઘણા શાનદાર પરિણામ મળશે. આજે તમારી કુશળતા અને તમારી આવડતની પ્રશંસા થશે. તમે પોતાની ચતુરાઇથી બધી મુશ્કેલીઓને પાર પાડવામાં સફળ રહેશો. સંબંધ - આજે તમે જેટલા પ્રશન્ન અને ઉદાર રહેશો તમારા પ્રેમી કે જીવનસાથી સાથે તેટલા સંબંધો વધારે સારા રહેશે. આજે પ્રેમી કે જીવનસાથી પણ તમારા પ્રત્યે ઘણા સમર્પિત રહેશે. પ્રોફેશન - આજે તમારી પૈસાની આવક ઘણી સારી રહેશે. નોકરીમાં આજે તમને તમારી મહેનતના બળે સારી સફળતા મળશે. સ્વાસ્થ્ય - આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. દિવસભર ઉત્સાહ, તાજગી અને પ્રશન્નતા બની રહેશે. રોગમાં સુધારો થશે. કારકિર્દી - આજે વિદ્યાર્થીઓ સ્પર્ધા કે પરીક્ષા માટે પોતાની તૈયારીઓથી સંતુષ્ઠ રહેશે. આમ છતા જો કોઈ મોક ટેસ્ટ આપો છો તો તે તમારા માટે સારી રહેશે.